Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય, શિક્ષણ, રોજગારી, મહિલા સશકિતકરણનો હેતુ દર્શાવ્યો !
ખંભાળિયા/ અમદાવાદ તા. ૨૯ઃ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જામખંભાળિયામાં પ્રાર્થના ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ તકે તેમણે કહ્યું હતું કે, સર્વ સમાજની સમરસતા અને એકતા માટે પ્રાર્થના ફાઉન્ડેશન કાર્ય કરશે. આરોગ્ય શિક્ષણથી લઈને રોજગારી સુધી તમામ દિશામાં સેવા આપવા અને ગુજરાતમાં પ્રતિભાશાળી યુવાનોને સાચો મોકો આપવાનું પ્રાર્થના ફાઉન્ડેશનનું મુખ્ય ધ્યેય છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા જામખંભાળિયામાં *પ્રાર્થના ફાઉન્ડેશન*ની સ્થાપના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાર્થના ફાઉન્ડેશન ચેરમેન ઇસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત વડીલો, સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાના ક્ષેત્રોમાં અપાર સફળતા મેળવે તે માટે પ્રોત્સાહન આપ્યું. *પ્રાર્થના ફાઉન્ડેશન* હંમેશા આરોગ્ય, શિક્ષણ, રમતગમત, પ્રતિભા વિકાસ, રોજગાર અને મહિલા સશક્તિકરણ અને નાગરિક જાગૃતિના કાર્યો કરશે.
આ મુદ્દે પ્રાર્થના ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરમેન તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ સંસ્થાના ઉદ્દેશો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, લાભ પાંચમના પવિત્ર દિવસે અમે જામખંભાળિયામાં પ્રાર્થના ફાઉન્ડેશનની શરૂૂઆત કરી છે. સર્વ સમાજના વિકાસ, સમરસતા અને એકતા માટે આ ફાઉન્ડેશન કાર્ય કરશે. શૈક્ષણિક, આરોગ્ય, સમૂહ લગ્ન, સમાજસેવા, બ્લડ ડોનેશન, યુવાનો માટે વિવિધ રમત ગમતોની ટુર્નામેન્ટોનું આયોજન અને યુવા પ્રતિભાને મોકો આપવા માટે સહિત અનેક પ્રકારના કાર્યો આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની તકો તથા વેપાર ધંધાની સુવિધાઓ ઊભી કરવા માટે સહયોગ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર દ્વારકા જિલ્લામાંથી લોકો પહોંચ્યા હતા અને સાથે સાથે પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ તથા સ્નેહમિલનનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના કલાકારો, વિવિધ ક્ષેત્રના હોનાર વિદ્યાર્થીઓ, માજી સૈનિકો, અલગ અલગ સંસ્થાના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રાર્થના ફાઉન્ડેશન તમામ ધર્મ અને તમામ સમાજ માટે કાર્ય કરશે. મને પૂરો વિશ્વાસ છે કે પ્રાર્થના ફાઉન્ડેશનની સમગ્ર ટીમ સમગ્ર ગુજરાતમાં આવનારા એક વર્ષમાં પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે ખૂબ જ કામ કરશે અને તેઓને મદદ કરશે. બાળકોની શિષ્યવૃત્તિની વાત હોય, ભણતરની વાત હોય, સેમિનાર અને કેમ્પની વાત હોય તથા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે તથા કયા ફિલ્ડમાં જવું તેના માર્ગદર્શનની વાત હોય તેવા તમામ કાર્યમાં પ્રાર્થના ફાઉન્ડેશન ખૂબ જ સારું કામ કરશે તેવો મને પૂરો વિશ્વાસ છે. તેમ તેમણે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial