Advertisement
Author: નોબત સમાચાર

આજથી સામાન્ય જનતાને અસરકર્તા ૧૦ ફેરફાર લાગુઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: સપ્ટેમ્બરના પહેલા દિવસે લોકોને મોંઘવારીથી રાહત મળી છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ સતત પાંચમા મહિને ૧૯ કિલો પીએલજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.

દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર હવે પ૧.પ૦ રૂપિયા સસ્તો થયો છે. છેલ્લા પાંચ મહિનામાં તેની કિંમત રર૩ રૂપિયા ઘટી છે. આ ઉપરાંત સામાન્ય જનતાને અસર કરે તેવા ૧૦ જેટલા ફેરફારો આજથી અમલી બન્યા છે.

સરકારે તહેવારોની મોસમમાં લોકોને મોટી રાહત આપી છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ સતત પાંચમા મહિને ૧૯ કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર હવે ૧પ૮૦ રૂપિયા છે, જ્યારે પહેલા તેની કિંમત ૧૬૩૧.પ૦ રૂપિયા હતી. આ રીતે તેની કિંમતમાં પ૧.પ૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડેલી કિંમત આજથી અમલમાં આવી છે.

જો કે, ફરી એકવાર ઘરોમાં વપરાતા ૧૪.ર કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં સામાન્ય ગ્રાહકો માટે તેની કિંમત ૮પ૩ રૂપિયા યથાવત્ છે. કોલકાતામાં ૧૯ કિલોગ્રામ સિલિન્ડરની કિંમત હવે ૧૬૮૪ રૂપિયા છે. મુંબઈમાં તે હવે ૧પ૩૧.પ૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે ચેન્નાઈમાં તેનો દર ઘટીને ૧૭૩૮ રૂપિયા થઈ ગયો છે. આ નાણાકીય વર્ષમાં કોઈપણ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. માર્ચથી પાંચ મહિનામાં તેની કિંમતમાં રર૩ રૂપિયાનો ઘટાડો થયો છે. ઘરમાં વપરાતા ૧૪.ર કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ છેલ્લે ૮ એપ્રિલે બદલવામાં આવ્યો હતો.

દિલ્હીમાં સામાન્ય ગ્રાહક માટે ઘરેલુ ગેસનો ભાવ ૮પ૩ રૂપિયા છે. તેવી જ રીતે કોલકાતામાં તે ૮૭૯ રૂપિયા, મુંબઈમાં ૮પર.પર રૂપિયા અને ચેન્નાઈમાં ૬૮૬.પ૦ રૂપિયા છે, જો કે ઊડ્ડયન બળતણ એટલે એટીએફના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે ૯૦,૭૧૩.પર રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.

તે ઉપરાત બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડએ જાહેરાત કરી છે કે સોનાની જેમ ચાંદીના ઘરેણાં પર પણ ૧ સપ્ટેમ્બરથી હોલમાર્કિંગ કરવામાં આવશે. ગુણવત્તા નિયંત્રણમાં આ એક મોટું પગલું છે. આ પગલાનોં ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવાનો છે. હોલમાર્કિંગ શુદ્ધતાની ખાતરી આપે છે. હોલમાર્ક સાબિત કરે છે કે ઘરેણાંમાં વપરાતી ચાંદી કેટલી શુદ્ધ છે. આ ગ્રાહકનો આત્મવિશ્વાસ વધારે છે.

ચાંદીના દાગીનાનું હોલમાર્કિંગ ૧ સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક રહેશે. જેમ કે અગાઉ સોના માટે સ્વૈચ્છિક કરવામાં આવ્યું હતું. બીઆઈએસ એ ચાંદીના ઝવેરાત માટે છ શુદ્ધતા ગ્રેડ નક્કી કર્યા છે. ૯૦૦, ૮૦૦, ૮૩પ, ૯રપ, ૯૭૦ અને ૯૯૦.

દરેક ઝવેરાતને ૬-અંકનો એચયુઆઈડી મળશે, જે તેની અધિકૃતતા અને શુદ્ધતા દર્શાવે છે. ગ્રાહકો બીઆઈએસ ફેર એપની 'વેરિફાઈ એચયુઆઈડી' સુવિધાનો ઉપયોગ કરીને હોલમાર્કવાળા ઝવેરાતની અધિકૃતતા ચકાસી શકે છે.

નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧પ સપ્ટેમ્બર, ર૦રપ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યાવસાયિક સંસ્થાઓની વારંવાર માંગણીઓને પગલે આ સમયમર્યાદા મે મહિનામાં ૩૧ જુલાઈથી લંબાવવામાં આવી હતી. બીજી તરફ જે કરદતાઓના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે તેમણે હજુ પણ ૩૦ સપ્ટેમબર, ર૦રપ સુધીમાં તેમના રિટર્ન ફાઈલ કરવાના રહેશે, કારણ કે આ સમયમર્યાદામાં કોઈ ફેરફાર થયો નથી. એસબીઆઈ કાર્ડ ૧ સપ્ટેમ્બરથી તેના રિવોર્ડ પોઈન્ટ્સ પ્રોગ્રામમાં ફેરફાર કરી રહ્યું છે કાર્ડધારકોને હવે ડિજિટલ ગેમિંગ, સરકારી વેબસાઈટ્સ અને ચોક્કસ વેપારીઓમાં વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં. આનાથી લાખો વપરાશકર્તાઓ પ્રભાવિત થઈ શકે છે.

નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કેન્દ્રિય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર છે. અગાઉ આ સમયમર્યાદા જૂન હતી, પરંતુ ઓછા પ્રતિસાદને કારણે તેને લંબાવવામાં આવી હતી. યુપીએસ એક પેન્શન સિસ્ટમ છે, જે એનપીએસ હેઠળ આવતા કેન્દ્રિય કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીમાં એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં પ્રતિકલોલીટર (૧૦૦૦એલ) રૂપિયા ૧,૩૦૮.૪૧ ઘટાડીને ૯૦,૭૧૩.પર રૂપિયા પ્રતિ ૧૦૦૦એલ કરી દીધા છે. આ વધારાથી ફ્લાઈટ ભાડા પર સીધી અસર પડી શકે છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં હવાઈ ટિકિટ સસ્તી થઈ શકે છે.

પોસ્ટ વિભાગ ૧ સપ્ટેમ્બર, ર૦રપ થી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાને સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહ્યું છે, જેનો અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે. સામાન્ય પોસ્ટ થશે નહીં, તેથી જો તમે ૧ સપ્ટેમ્બરથી દેશની અંદર ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલો છો, તો એ સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે.

ઘણી બેંકો સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કરી રહી છે. જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમણે વધુ ચાર્જ ચૂકવવા પડશે. બેન્કીંગ ક્ષેત્ર હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેથી જરૂર હોય તે સિવાય વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવા નહીં એવી સલાહ આપવામાં આવે છે.

ઘણી બેંકો સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદરોની સમીક્ષા કરવા જઈ રહી છે. હાલમાં મોટાભાગની બેંકો ૬.પ ટકાથી ૭પ ટકા સુધી વ્યાજ ચૂકવી રહી છે, પરંતુ બજારમાં ચર્ચા છે કે ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિમાં જે લોકો એફડી કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તેમના માટે ઝડપથી નિર્ણય લેવો ફાયદાકારક બની શકે છે.

ઈન્ડિયન બેંક અને આઈડીબીઆઈ બેંક જેવી બેંકો હાલમાં કેટલીક ખાસ મુદ્તની એફડી ચલાવી રહી છે. ઈન્ડિયન બેંકની ૪૪૪-દિવસ અને પપપ-દિવસની યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારફખ ૩૦ સપ્ટેમ્બર, ર૦રપ છે. એવી જ રીતે આઈડીબીઆઈ બેંકની ૪૪૪-દિવસ, પપપ-દિવસ અને ૭૦૦૦-દિવસની સ્પેશિયલ એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ પણ ૩૦ સપ્ટેમ્બર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh