Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં હોળી-ધુળેટી ઉજવવાનો ઉત્સાહઃ બજારો ધમધમીઃ પરંપરાગત કાર્યક્રમોનો ધમધમાટ

કેટલીક હોળીઓ ૧૦૦થી ૧૫૦ વર્ષ જુની

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: ખંભાળિયા શહેરમાં પરંપરાગત હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવા લોકોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે. તથા ખંભાળિયામાં અનેક પ્રાચીન સ્થળો પર ૧૦૦-૧૫૦થી વધુ વર્ષોથી થતી પ્રાચીન હોળીઓ પણ જાણીતી છે. બજારોમાં પણ પીચકારી જુદી-જુદી જાતની તથા રંગોના વેચનારાઓ તથા ખરીદનારા તથા હોળીની સ્પેશ્યલ આઈટમ ધાણી, ખજુર, હારડા તથા નાના બાળકોની પ્રથમ હોળી તથા વાડ માટે પણ મોટી સંખ્યામાં લોકો આયોજન કરી રહ્યા છે.

૧૦૦-૧૫૦ વર્ષ જુની હોળીઓ

ખંભાળિયામાં રાવડા પાડાની રાવડી હોળી, ગગવાણી ફળીની હોળી, ગાડીત પાડાની હોડી, સતવારા ચોરા પાસેની હોળી પાંચ હાટડી ચોક પાસે હોળી, પોટ ગેઈટ હોળી, લોહાણા મહાજનવાડી પાસે હોળીઓ ૧૦૦થી ૧૫૦ વર્ષ જુની છે. હોળીના કેટલાય સમય પહેલા ખંભાળિયામાં શરતો રમતોના બજાર રાત્રે ચાલુ થઈ જતા નાળિયેરના કેટલા ઘા કરીને કયા સ્થળે પહોંચાડવું, આંધળો પાડો થઈને ચોક્કસ સ્થળે પહોંચવું તે તો એટલો લોકપ્રિય કાર્યક્રમ હતો કે તત્કાલીન પોલીસના અધિકારી પણ આંખે પાટા બાંધીને આ પ્રચલિત રમતમાં જોડાતા હતા તો એકબીજા પાડા વિસ્તારના યુવાનો એક બીજા સાથે નજીકના વિસ્તારની હોળીના નિરીક્ષણ માટે જતા હતા આ જુની પરંપરાઓ આજે પણ અનેક ગ્રામ્ય પંથકમાં હજુ પણ પ્રચલીત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh