Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગના હુમલાના બનાવમાં બે માછીમારના મૃત્યુઃ
જામનગર તા. ૧૯: ખંભાળિયાના ધરમપુર પાસે એક વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજાના કારણે વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દ્વારકા-જામનગર માર્ગ પર ખંભાળિયાના ધરમપુર પાસે ગઈકાલે સવારે પોણા આઠેક વાગ્યે સામાભાઈ બુધાભાઈ વેગડા (ઉ.વ.૬પ, રહે. મીઠાપુર ઉદ્યોગનગર)ને કોઈ અજાણ્યા ફોર વ્હીલચાલકે હડફેટે લીધા હતા જેમાં સામાભાઈને ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે રવિ પબાભાઈ વેગડાએ પોતાના મોટાબાપુનું મૃત્યુ નિપજવા અંગે અજાણ્યા વાહનચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ. એન.એસ. ગોહિલે તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડીનેસમાં રહેતા વીરાભાઈ પાંચાભાઈ ગરચરને હૃદયરોગનો હુમલો આવતા તેમનંુ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે કરશનભાઈ નાથાભાઈ ગરચરે પોલીસમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ નવસારી જિલ્લાના પીંકેશ વિજયભાઈ ટંડેલ નામનો સત્યાવીસ વર્ષનો યુવાન માછીમારી માટે દરિયામાં ગયો હતો. ત્યારે ગત તા.૧પ ઓગસ્ટના હોડીના પંખામાં કંઈક ફસાઈ જતા તે દરિયાના પાણીમાં ઉતર્યાે હતો અને ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજયું હતું. તેનો મૃતદેહ દરિયાકાંઠેથી મળી આવ્યો છે.
નવસારી જિલ્લાના હરીશ જીવણભાઈ નાયકા ગઈકાલે ઓખાના આર.કે. બંદર પરની ચમ જેટી પર વિજયાદેવી નામની બોટમાં હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial