Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનોરંજનનો ડબલ ડોઝઃ ટીમ ઈન્ડિયાની હોટલ બદલાઈઃ સ્પેશ્યલ ટ્રેનો દાડાવાશે
અમદાવાદ તા. ૦૭: આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાનારી ટી-૨૦ વર્લ્ડકપની ફાઈનલમાં કલોઝિંગ સેરેમનીમાં ગરબા કિવન ફાલ્ગુની પાઠક પરફોર્મ કરશેઃ ગ્લોબલ પોપ સ્ટાર રિકી માર્ટિન અને પંજાબી પોપસિંગર સુખવીર પણ પરફોર્મન્સ આપશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આવતીકાલે ટી-૨૦ ફાઈનલ મેચ પહેલા ઈન્ટરનેશનલ પોપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પોપ સિંગર સુખવીર અને ગરબા કિવન ફાલ્ગુની પાઠક ટી-૨૦ વર્લ્ડ કપની કલોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૮ માર્ચે ફાઈનલ પહેલાં થશે.
આઈસીસીએ એક સોશિયલ પોસ્ટમાં જણાવ્યું કે માર્ટિનનું લાઈવ પરફોર્મન્સ સાંજે ૫.૩૦ વાગ્યે શરૂ થશે. અમને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે ગ્લોબલ આઈકન અને સુપરસ્ટાર રિકી માર્ટિન આઈસીસી મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલ પહેલાં યોજાનારી કલોઝિંગ સેરેમનીના હેડલાઈન પરફોર્મર હશે. આ એક એવો શાનદાર જશ્ન હશે, જેને તમે બિલકુલ ચૂકવા માંગશો નહીં.
રિકી માર્ટિન લિવિન લા વિડા લોકા અને ધ કપ ઓફ લાઈફ જેવા હિટ ગીતો માટે જાણીતા છે. સિંગિંગની સાથે-સાથે રિકી માર્ટિન ટીવી અને લાઈવ સ્ટેજ શો પણ કરે છે. તેમણે ૧૯૯૪-૯૫માં ટીવી શો જનરલ હોસ્પિટલમાં કામ કર્યુ હતું.
મીડિયા અહેવાલો મુજબ ભારતીય ટીમ સાથે જોડાયેલા એક સભ્ય દરેક તે શહેરમાં ધાર્મિક સ્થળે જઈને આશીર્વાદ લઈ રહ્યા છે. જયાં ટીમ મેચ રમી રહી છે. આ જ ક્રમમાં અમદાવાદમાં પણ ટીમની હોટેલ બદલી દેવામાં આવી છે. છેલ્લા બે મોટા મુકાબલામાં આ જ શહેરની પહેલાની હોટેલમાં રોકાણ દરમિયાન ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ ફાઈનલ અને આ વર્ષે સુપર-૮માં સાઉથ આફ્રિકા સામેની મેચ. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટ આ વખતે કોઈપણ પ્રકારની કમી છોડવા માગતું નથી.
ફાઈનલ જોવા અમદાવાદ પહોંચનારા ચાહકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈથી અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. હવાઈ ભાડામાં વધારા વચ્ચે આ ટ્રેન ચાહકો માટે સસ્તી અને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial