Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ગોપ ગામમાં પાટીયા પાસેથી બાઈક ચોરનાર શખ્સ ઝબ્બે

મોટી ગોપના શખ્સ પાસેથી મળ્યું ચોરાઉ બાઈકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામજોધપુરના ગોપના પાટીયા પાસેથી બાઈક ચોરાઈ ગયાની કરાયેલી ફરિયાદમાં પોલીસે મોટી ગોપ ગામના શખ્સને તપાસ દરમિયાન પકડી પાડી ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યું છે.

જામજોધપુર નજીકના ગોપ ગામના પાટીયા પાસેથી એક આસામીના જીજે-૩-જેએલ ૯૧૩૩ નંબરના બાઈકની ચોરી થઈ ગઈ હતી. તેની જામજોધપુર પોલીસમાં ફરિયાદ થયા પછી પીઆઈ એ.એસ. રબારીની સુચનાથી તપાસ કરાઈ રહી હતી. તે દરમિયાન ચોરાઉ બાઈક સાથે એક શખ્સ મોટી ગોપથી ધોરાજી જતો હોવાની બાતમી મળતા વોચમાં રહેલી પોલીસે મોટી ગોપ ગામના અશોક ભીખાભાઈ પાથર નામના શખ્સને દબોચી લઈ પૂછપરછ કરતા તેણે પોતાની પાસે રહેલુ બાઈક ચોરાઉ હોવાની કબૂલાત આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh