Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં અપાયા નિમણૂક પત્રોઃ
ખંભાળિયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓને ૬૭ શિક્ષકો મળ્યા છે. નવનિયુકત શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્રો એનાયત કરાયા હતાં.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી ૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેરીટ પ્રેફરન્સના ધોરણે કુલ ૮૩ ઉમેદવારોને દેવભૂમિ દ્વારકા જિલ્લો ફાળવવામાં આવ્યો હતો.
આ ઉમેદવારો પૈકી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકામાં કુલ ૬૭ ઉમેદવારોને નિમણૂકના આદેશ આપવામાં આવ્યા હતા. આ ભરતીના કારણે જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં ઘણાં સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરાઈ જતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ખાસ કરી ગત વર્ષે નવી શરૂ થયેલી ૮ ગામની શાળાઓના વિદ્યાર્થીઓમાં માધ્યમિક શિક્ષણની નવી ઊર્જાનો સંચાર થશે.
વધુમાં વધુમાં વિદ્યાર્થીઓને સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.