Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં ૮૭૨ દર્દીઓને ઈમરજન્સી અને ટ્રોમા સારવારઃ ૨૦૩ સગર્ભાઓની પ્રસૂતિ

દિવાળી પર્વ દરમ્યાન તબીબી સેવાઓ ૨૪ઠ૭ કાર્યરત રહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જ્યારે સમગ્ર જનતા દિવાળીના પાવન પર્વની ઉજવણીમાં લીન હતી, ત્યારે જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સેવામાં ૨૪ કલાક ખડે પગે રહૃાો હતો. હોસ્પિટલના તબીબો, સ્ટાફ નર્સ, અને અન્ય તમામ કર્મચારીઓએ દિવાળીના દિવસોમાં પણ પોતાની ફરજને સર્વોપરી ગણીને ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.દિવાળી પર્વ દરમ્યાન હોસ્પિટલની ઈમરજન્સી સેવાઓ ૨૪ટ૭ કાર્યરત રહી હતી અને તબીબી સ્ટાફે સતત ખડે પગે રહી દર્દીઓની સારવાર કરી હતી.

દિવાળી પર્વના ગાળા દરમિયાન, ઈમરજન્સી વિભાગોમાં દર્દીઓને તાત્કાલિક અને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં આવી હતી. ઈમરજન્સી વોર્ડ ખાતે કુલ ૬૪૭ દર્દીઓ જ્યારે ટ્રોમા સેન્ટરમાં કુલ ૨૨૫ દર્દીઓને સારવાર આપવામાં આવી, આમ કુલ ૮૭૨ ઈમરજન્સી અને ટ્રોમા કેસને સંભાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આગમાં દાઝી ગયેલ કુલ ૭ ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર આપી તેમના જીવ બચાવવાની મહત્વપૂર્ણ કામગીરી પણ હાથ ધરાઈ હતી. માત્ર ઈમરજન્સી જ નહીં, પરંતુ હોસ્પિટલના ગાયનેક વિભાગ ખાતે કુલ ૨૦૩ ડિલિવરી કરવામાં આવી હતી અને ન્યુ બોર્ન આઈ.સી.યુ.માં કુલ ૧૦૪ નવજાત બાળકોને પણ વિશેષ સારવાર આપવામાં આવી હતી.

આમ, જ્યારે આમ જનતા દિવાળી પર્વની ઉજવણી કરી રહી હોય ત્યારે, જી.જી. સરકારી હોસ્પિટલના કાર્યનિષ્ઠ અને કુશળ તબીબો, સ્ટાફ નર્સ, અને અન્ય કર્મચારીઓ દ્વારા કુલ ૮૭૨ ઈમરજન્સી દર્દીઓ અને અન્ય વિભાગોના દર્દીઓ મળીને અનેક લોકોને દિવાળી પર્વ દરમ્યાન સારવાર આપી ઉત્કૃષ્ટ કામગીરી કરી 'સેવા પરમો ધર્મઃ'ના સૂત્રને સાર્થક કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh