Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૨ માર્ચ, સોમવાર અને ફાગણ સુદ ચૌદશનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થતી જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના મહત્ત્વના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક-વ્યાવહારિક  કામકાજ થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને રાહત મળે. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી  રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૭

 

Leo (સિંહ: મ-ટ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતા રાહત અનુભવો. સંતાનના કામ થઈ  શકે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ-વિદાદ, ગેરસમજથી  સંભાળવું.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૯

 

Libra (તુલા: ર-ત)

મહત્તવના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. રાજકિય-સરકારી કામકાજ થઈ શકે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના અગત્યના કામમાં રૂકાવટ રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં સાવધાની રાખવી. ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૪-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ મળી  રહે.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૭

 

Capricorn (મકર: ખ-જ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં  સાનુકૂળતા રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામકાજનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકિય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે  નાણાભીડ અનુભવાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh