Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાના રૂા. ર૧.૩૩ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણના કાર્યક્રમો

આજે સાંજે સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. પઃ ખંભાળીયા નગરપાલિકાના રૂા. ર૧.૩૩ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણના કાર્યક્રમો આજે તા. પ-૩-ર૦ર૬ ના સાંજે પ.૩૦ વાગ્યે યોજાયા છે.

નગરપાલિકા યોગ કેન્દ્રમાં સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય તથા પૂર્વ રાજયમંત્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. ખંભાળીયાના જુના રાજાશાહીના દરવાજા સહિતના પ.૦૩ કરોડના કાર્યોનું લોકાર્પણ તથા ૧૬.૩૦ કરોડના બે કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતા ઉપસ્થિત રહેશે.

દ્વારકામાં બે આરોગ્ય કેન્દ્રોના લોકાર્પણ

દ્વારકા તાલુકાના બરડીયા તથા શામળાસર ગામે બનેલ આયુષ્માન આરોગ્ય કેન્દ્રોના લોકાર્પણના કાર્યક્રમો આજે સાંજે ૬ વાગ્યે રાખવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ કાર્યક્રમોમાં ધારાસભ્ય પબુભા માણેક, જિ.પં. પ્રમુખ શ્રીમતી રીદ્ધિબા જાડેજા તથા આરોગ્ય સમિતિના પ્રમુખ ગીતાબા માણેકના હસ્તે લોકાર્પણ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh