Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૨૩૨ તાલુકામાં વરસાદઃ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહીઃ સૌરાષ્ટ્રમાં રેડએલર્ટ
ગુજરાતમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ૨૩૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં ૮ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથના તલાલામાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢના માંગરોળમાં છેલ્લા ૮ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.
સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ૯ ઈંચ ઉપરાંત જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સાડા ૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાટણ, વેરાવળમાં ૬ ઈંચ, કોડીનાર, ઉનામા સાડા પાંચ, તાલાળામાં પાંચ, વિસાવદર, કલ્યાણપુરમાં ૪ ઈંચ, ખંભાળીયા, માળીયાહાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જામનગર, જેશર, સિહોર, પોરબંદર, રાણાવવા, અંજાર, મુંદ્રામાં ર ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે લોધીકા, જામકંડોરણા, ધોરાજીમાં પોણા બે ઈંચ, રાજકોટમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવમાં આવી છે. આ આગાહી અનુસાર, રાજયના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત રાજ્યના ૭ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૧ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં વરસાદ થતા ખેલૈયા અને આયોજકોમાં ચિંતાની સાથે નિરાશા છવાઈ ગઈ છે.
તો બીજી તરફ હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં સવારે ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીરસોમનાથમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદની આગાહીને ધ્યાનનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે (ર૯-સપ્ટેમ્બર) યોજાનારી બીએસસી, બીસીએ અને બીબીએની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મોકુફ રખાયેલી પરીક્ષાઓની નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સોમવારે (ર૯-સપ્ટેમ્બર) અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડએલર્ટ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે, જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે ૩૦ સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ હેઠળ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, યલો એલર્ટ હેઠળ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ૧ ઓક્ટોબરે યલો હેઠળ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડમાં લોકો તથા તંત્રોને સતર્ક રહેવા સૂચના આપી છે. જ્યારે આગામી તા. ર ઓક્ટોબરથી ૪ ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial