Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે, જ્યારે આજે વોર્ડ નંબર ૧ર ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્તાફ ખફીએ આજે પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્તાફ ખફી સામે મારામારીના કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલ તે જિલ્લા જેલમાં છે. આ પછી તેની સામે ગુજસીટોકનો ગુન્હો પણ નોંધાયો હતો. આથી આજે જેલમાંથી તેણે પોલીસ જાપ્તા હેઠળ આવીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે તેમની સાથે પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી વિક્રમભાઈ માડમ અને મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા ધવલ નંદા વિગેરે પણ સાથે રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial