Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિસિપલ કમિશનરને વડીલોનો વેધક સવાલ
જામનગર તા. ૧૦: જામનગર મહાનગર પાલિકાના પેન્શનરોના પ્રશ્નો અંગે તુરંત કાર્યવાહી કરી ઉકેલ લાવવા અંગે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા પેન્શન મંડળના પ્રમુખ કનુભા ઝાલાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે નિવૃત્તિ પછી હક્ક હિસ્સા ચૂકવવા માટે જે હિસાબો વેરીફાઈ તથા પછી જે રકમ ચૂકવવામાં આવે છે તે અંગે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને પેન્શન બુક અગાઉ પેન્શનરને આપવામાં આવતી હતી જે ઘણાં સમયથી બંધ છે. આથી પીએમજેવાય યોજનામાં મુશ્કેલી પડે છે. આ અંગે સાંસદે પણ મહાનગર પાલિકાને નિયમોનુસાર કાર્યવાહી કરવા પત્ર પાઠવાયો હતો. આથી સત્વરે તુરંત કાર્યવાહી કરવી જોઈએ, નિવૃત્તિ અને મૃત્યુ સહાય, નિવૃત્તિ ગ્રેચ્યુટીની મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરીને ૨૫ લાખ કરવામાં આવી હતી. પરંતુ તે અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી થવા પામી નથી. પેન્શનરને અવસાન સમયે અવસાન રાહત તરીકે ૫૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. તેમાં એક માસની પેન્શનની રકમની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાએ આ મુદ્દો જનરલ વોર્ડમાં પાસ કરાવ્યો નથી. તા. ૧-૪-૨૦૦૫થી વધીને પેન્શન યોજના લાગુ કરી જુની યોજના બંધ કરી છે. તેમાં સંધારા કરીને નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત આશકતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતા/કુટુંબ પેન્શન મુજબ લાભો આપવા ઠરાવેલ છે. પરંતુ મહાનગરપાલિકા જનરલ બોર્ડના ઠરાવ પછી જ અમલવારી કરા જણાવેલ છે.
જુની પેન્શન યોજના અને વર્ધિત પેન્શન યોજના બંને અલગ અલગ છે છતાં બંને સમાન ગણવામાં આવે છે. શા માટે ? આથી પેન્શનરોના પ્રશ્નો સત્વરે ઉકેલવામાં આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial