Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કહેવાતા દવાખાનાઓમાંથી દવા, સાધનો કબજે કરાયાઃ
જામનગર તા. ૧૬: જામનગર નજીકના સચાણા તેમજ દરેડ ગામમાંથી શનિવારે એસઓજી ટીમે બે બોગસ તબીબને પકડી પાડ્યા છે. જ્યારે ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપરમાંથી પણ બે શખ્સ ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયા છે.
જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર આવેલા સચાણા ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરી અજાણ દર્દીઓની જિંદગી સાથે ખીલવાડ કરતો હોવાની બાતમી મળતા શનિવારે સાંજે જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે સચાણા ગામમાં વલીમામદ આમદભાઈ કકલ નામના આસામીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ ઓરડીમાં બીમાર દર્દીઓને તપાસી રહેલા મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના મુરાગારછા ગામના વતની મધુમંગલ અનંતભાઈ બિશ્વાસ નામના શખ્સને એસઓજી ટીમે તેની ડિગ્રી બતાવવાનું કહેતા આ શખ્સ પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવાનું ખુલ્યું છે. તેમ છતાં આ શખ્સ બીમાર દર્દીઓની સારવાર કરતો હતો પોલીસે તેના કહેવાતા દવાખાનામાંથી દવાઓ સહિતનો તબીબી સામાન કબજે કરી પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામમાં શાંતિનગર વિસ્તારમાં પણ આવી જ રીતે એક્ શખ્સ ડોક્ટર ન હોવા છતાં બીમાર લોકોને તપાસી દવા આપતો હોવાની બાતમી મળતા શનિવારે સાંજે એસઓજી ટીમે દરેડમાં હનીફ નામના આસામીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી જામનગરમાં લાલવાડી ચોકડી નજીક પટેલ સમાજની પાછળ રહેતો જગદીશ હમીરભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પોતાની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં બીમાર દર્દીઓની સારવાર કરતો હોવાનું ખુલ્યું છે. તેના કહેવાતા દવાખાનામાંથી દવા તથા તબીબી સાધનો કબજે કરી લેવામાં આવ્યા છે અને તેની સામે પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રામદૂતનગરમાં પણ આવી જ રીતના એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પરથી શનિવારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે રામદૂતનગરમાં દરોડો પાડતા ત્યાંથી મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના પાકુરગંચી ગામનો વતની પ્રોવાસ નિત્યાનંદા બિશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. તેના પણ કહેવાતા દવાખાનામાંથી દવા, સાધનો કબજે લેવામાં આવ્યા છે.
તે ઉપરાંત રામદૂતનગરમાં જ પાડવામાં આવેલા એસઓજીના બીજા દરોડામાં મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ડિગ્રી ગામનો મિલ્ટન રતનભાઇ બિશ્વાસ નામનો બોગસ ડોક્ટર પણ મળી આવ્યો હતો તેની સામે પણ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial