Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રેલવે સ્ટેશને યોજાયેલા ઉજવણીના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે કહ્યું, 'નગરને મળ્યો પ્રગતિનો નવો ટ્રેક'
જામનગર તા. ૦૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રૂ।. ૨૫૭ કરોડના ખર્ચે કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ સંદર્ભે જામનગર રેલવે સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર તા. ૦૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રૂ।. ૨૫૭ કરોડના ખર્ચે કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. આ સંદર્ભે જામનગર રેલવે સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ૧૯,૮૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેંટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે પૈકી રૂ.૯૦૦ કરોડના ખર્ચે રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જેમાંથી રૂ.૨૫૭ કરોડના ખર્ચે ૨૭ કિલોમીટરની કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમેે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ સહિત રેલવેના અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુજરાત સહિત દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે. જે જામનગર માટે પણ ગૌરવની વાત છે.
કાનાલુસ-જામનગર રેલવે ટ્રેક ડબલિંગ થવાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે, મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે તેમજ ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણે વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહૃાા છે. કનેક્ટિવિટી મજબૂત હોય તો છેવાડાના વિસ્તાર સુધી વિકાસ શક્ય છે.ડબલિંગ લાઈન માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ વિકાસ, ઝડપી પરિવહન અને નવી તકોનું પ્રતીક છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ-થરાદના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રાજકોટ ડિવિઝનના ડીઆરએમ ગિરિરાજ મીના, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખો, મહામંત્રીઓ, રાજકોટ ડિવિઝન તથા જામનગર રેલવે વિભાગના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ તથા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial