Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં કાર્ગો પ્લેન ક્રેશ થતા ૭ના મૃત્યુ

અમદાવાદની પ્લેન દુર્ઘટનાની યાદ તાજી થઈ મૃતાંક વધી શકે

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૫: અમેરિકામાં અમદાવાદની જેમ ઉડતાની સાથે જ વિમાન ક્રેશ થયુ હતું અને આગનો ગોળો બની મકાનો પર પડતાં ૭ ના મૃત્યુ થયા હતાં.

અમેરિકાના કેન્ટીકમાં લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે સાંજે ૫ વાગ્યે ટેકઑફ કર્યા પછી તરત જ એક યુપીએસ કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહૃાું છે કે, આ અકસ્માતમાં અનેક ઘર બળીને ખાખ થઈ ગયા છે.

આ ઘટના પછી અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું હતું અને નજીકના રહેવાસીઓને શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ આપ્યો છે. અકસ્માતમાં ૭ લોકોના મોત અને ૧૧થી વધુ ઈજાગ્રસ્તની માહિતી સામે આવી છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, આ આંકડો હજુ વધી શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે, યુપીએસ ફ્લાઇટ ૨૯૭૬ જે એક મેકડોનેલ ડગલસ એમડી-૧૧એફ વિમાન હતું અને હોનોલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમયાનુસાર સાંજે ૫:૧૫ ઉડાન ભર્યાની થોડી જ મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એરપોર્ટ યુપીએસ વર્લ્ડપોર્ટનું ઘર છે, જે કંપનીના એર કાર્ગો સંચાલનનું વૈશ્વિક સેન્ટર અને દુનિયાનું સૌથી મોટું પેકેજ હેન્ડલિંગ સુવિધા કેન્દ્ર છે.

કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, લુઇસવિલેમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા છે અને ૧૧ ઈજાગ્રસ્ત થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટનાને  અમદાવાદની પ્લેન દુર્ઘટનાની યાદ તાજી કરાવી છે. જો કે, આ વિમાન કાર્ગો પ્લેન હતુ.

લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી. ગ્રીનબર્ગે એક મીડિયાને જણાવ્યું હતું કે, 'હું સમજું છું કે વિમાનમાં આશરે ૨૮૦,૦૦૦ ગેલન ઇંધણ હતું. જે અનેક પ્રકારે ચિંતાનું એક ગંભીર કારણ છે.'

સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો વાઈરલ થઈ રહૃાા છે, જેમાં એરપોર્ટની દક્ષિણે ફર્ન વેલી અને ગ્રેડ લેન પાસે કાળો ધુમાડો જોવા મળી રહૃાો હતો. ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે.

કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે ઘટના વિશે માહિતી આપતાં એકસ પર જણાવ્યું હતું કે, 'કેન્ટકી, અમને લુઇસવિલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાના અહેવાલો મળ્યા છે. બચાવ ટીમો પહેલાથી જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે માહિતી ઉપલબ્ધ થતાંની સાથે જ શેર કરવામાં આવશે. કૃપા કરીને પાઇલટ્સ, ક્રૂ અને અસરગ્રસ્ત દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરો. અમે ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરીશું.'

સ્થાનિક મીડિયાએ એરપોર્ટ અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં યુપીએસ એરલાઇન્સનું કાર્ગો વિમાન સામેલ હતું, જે એરપોર્ટ પરિસરમાં કંપનીના વિશાળ લોજિસ્ટિક્સ સેન્ટરમાંથી કાર્યરત અનેક વિમાનોમાંથી એક હતું. ફ્લાઇટ રડાર ૨૪ ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે, એન૨૫૯યુપી તરીકે નોંધાયેલ વિમાન - લુઇસવિલેથી સાંજે ૫:૧૦ વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થતાં પહેલાં થોડા સમય માટે ઉડાન ભરી હતી.

ફ્લાઇટ રડાર ૨૪ ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ફ્લાઇટ (નોંધાયેલ એન૨૫૯યુપી) લુઇસવિલેથી સાંજે ૫:૧૦ વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થાય તે પહેલાં થોડી વારમાં ઉપર તરફ આગળ વધી રહી હતી. એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એ જાહેરાત કરી હતી કે તેઓ અકસ્માતના કારણની તપાસ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh