Advertisement
Author: નોબત સમાચાર

રશિયન સેનાનું એન-ર૬ વિમાન ઊંચા પહાડ સાથે અથડાઈને ક્રેશ થતા ર૯ લોકોના મૃત્યુ

ર૩ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સમાંથી કોઈ બચ્યું નથીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: રશિયન લશ્કરી વિમાન ક્રેશ થતા ર૯ લોકોના મૃત્યુ થયા છેે. આ વિમાન કાળા સમુદ્રમાં સ્થિત ક્રિમીઆન દ્વીપકલ્પમાં એક પહાડ સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ છે.

રશિયન ક્રીમિયામાં આજે સવારે રશિયન સેનાનું એન-ર૬ વિમાન એક ઊંચા પહાડ સાથે અથડાવાને કારણે ક્રેશ થઈ ગયું છે. આ ભીષણ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ર૯ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાનમાં ર૩ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ સવાર હતાં, જેમાંથી કોઈપણ જીવતિ બચ્યું નથી. આ અકસ્માત તે સમયે થયો જ્યારે વિમાન બ્લેક સી (કાળો સમુદ્ર) પાસે ક્રીમિયા દ્વીપકલ્પ પરથી પસાર થઈ રહ્યું હતું. રશિયન ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ ક્રેશ થવાના થોડા સમય પહેલા જ વિમાનનો કંટ્રોલ રૂમ સાથનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો.

લાંબી શોધખોળ પછી જ્યારે વિમાનનું લોકેશન મળ્યું, ત્યારે જાણવા મળ્યું કે તે સીધું પહાડ સાથે અથડાયું હતું. રશિયન રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દુર્ઘટના સ્થળેથી કોઈપણ વ્યક્તિ જીવિત મળી નથી.

રશિયન સમાચાર એજન્સી તાસએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે, વિમાનમાં ર૯ લોકો સવાર હતાં, જેમાં ર૩ મુસાફરો અને ૬ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર ૩૧ માર્ચના મોસ્કો સમય મુજબ સાંજે ૬ વાગ્યે લશ્કરી પરિવહન વિમાન નિર્ધારિત ઊડન પર હતું ત્યારે તેનો ક્રિમિયા ઉપર એર ટ્રાફિક કંટ્રોલ સાથે અચાનક સંપર્ક તૂટી ગયો. ત્યારપછી વિમાન ક્રેશ થયું હતું. ક્રિમિઅન એ પ્રદેશ છે જેને રશિયાએ ર૦૧૪ માં યુક્રેનથી કબજે કર્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શોધ અને બચાવ ટીમોએ ક્રેશ સ્થળ શોધી કાઢ્યું છે. ઘટના સ્થળ પરથી મળેલી માહિતી દર્શાવે છે કે તમામ મુસાફરો અને ક્રૂના મોત થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh