Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૩-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાના પ્રમુખે શરૂ કરેલી ટેરિફ વૉરના પડકારોને પહોંચી વળવા માટે ભારત સરકાર અન્ય દેશો સાથેના વેપાર વધારવામાં સક્રિય થતા તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળતા આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વ પર ટેરિફના નામે જોહુકમીને લઈ વિશ્વના અનેક દેશો નારાજ હોઈ અમેરિકા વિરૂધ્ધ ભારત, ચાઈના અને રશીયા એક મંચ પર આવી જતાં વિશ્વ હવે બે અલગ-અલગ ભાગોમાં વિભાજિત થઇ ગયું હોઈ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સાથે ભારતના પ્રથમ ત્રિમાસિકના જીડીપી-આર્થિક વૃદ્ધિના આંકડા અપેક્ષાથી સારા ૭.૮% જાહેર થવા છતાં અમેરિકાના ભારત પર ૫૦% ટેરિફ લાગુ કરાતાં અને આ મામલે હજુ બન્ને દેશો વાટાઘાટના ટેબલ પર આવવા તૈયાર નહીં હોઈ ભારતીય ઉદ્યોગોની હાલત કફોડી બનવાના એંધાણે કંપનીઓની નફાશક્તિ પર ભીંસ વધવાની શકયતાએ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૬૯% અને નેસ્ડેક ૦.૮૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૫૪ અને વધનારની સંખ્યા ૨૧૩૪ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર આઈટી, ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, ટેક અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૬,૧૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૬,૧૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૫,૯૨૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૫૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૬,૦૪૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૨૨,૬૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૨,૭૩૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૨,૬૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૨,૭૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ડૉ. રેડ્ડીલ્લઝ લેબોરેટરીઝ (૧૨૪૯) : ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૨૭૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ઝાયડસ લાઈફસાયન્સીસ (૧૦૦૪ ) : એ/ટી +૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૭૯૦) : રૂ.૭૭૪ નો પ્રથમ તેમજ રૂ.૭૬૦ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
કલ્યાણ જ્વેલર્સ (૫૧૭) : જેમ્સ જ્વેલરી એન્ડ વોચેસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૦૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ઓગસ્ટ ૨૦૨૫માં થયેલી એફપીઆઈની સૌથી મોટી વેચવાલીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટૂંકા ગાળે ભારતીય શેરબજારમાં દબાણ અને ઊથલપાથલ ચાલુ રહી શકે છે. અમેરિકાના ટેરિફ અને ઊંચા મૂલ્યાંકનને કારણે વિદેશી રોકાણકારો હજી સાવચેત રહેવાની શક્યતા છે. પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને આઈપીઓ માર્કેટમાં એફપીઆઈની સક્રિય ભાગીદારી દર્શાવે છે કે ભારતને લાંબા ગાળે હજી પણ વૃદ્ધિ માટે આકર્ષક ગણવામાં આવે છે. જો વૈશ્વિક સ્તરે અમેરિકા-ભારત વચ્ચે વેપારી તણાવ ઘટે અને સ્થાનિક અર્થતંત્રમાંથી સકારાત્મક સંકેતો મળે તો ફરીથી વિદેશી મૂડીપ્રવાહ વળવાની શક્યતા ઊભી થાય છે. મધ્યમ ગાળે બજાર માટે ટ્રેડ ડીલની પ્રગતિ, ડોલર સામે રૂપિયાની ગતિશીલતા અને કોર્પોરેટ કમાણીના પરિણામો મુખ્ય નિર્ણાયક બનશે.