ચિરવિદાય

જામનગરઃ મોટી વેરાવળના વતની સુખલાલ પ્રેમજી ગઢીયા (ઉ.વ.૮૨) તે સ્વ. કાનજી લાલજી માણેકના જમાઈ અને નિતેશભાઈ, કુંદનબેન રમેશભાઈ નથવાણી, નિરૂપાબેન વિરલકુમાર અઢીયા, રીટાબેન ધવલકુમાર કાનાબાર, રસીલાબેન -અતુલકુમાર કારીયાના પિતા, પ્રભુભાઈ દિલીપભાઈ ગઢીયાના કાકા, ગં.સ્વ. અમૃતબેન શિવલાલભાઈ સોમૈયા, સ્વ.પુષ્પાબેન નટવરલાલ કાનાણી, સ્વ.દિવાળીબેન વશરામભાઈ રાજાણી, સ્વ. લીલાબેન (નાસિકવાળા), સ્વ. બચુભાઈ પ્રેમજીભાઈ ગઢીયા, સ્વ. હીરાભાઈ પ્રેમજીભાઈ ગઢીયાના ભાઈનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૯ શુક્રવારના સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન મોટી વેરાવળ લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.

જામનગર નિવાસી જગદીશભાઈ (ઉ.વ.૭૩) તે સ્વ. જેઠાલાલ ખેતશી ધાંધાના પુત્ર, ગં.સ્વ. પ્રવીણાબેનના પતિ, સ્વ. વિજયભાઈ, સ્વ. નવિનભાઈના ભાઈ, મેહુલભાઈ, હિનાબેન, નિહારીકાના પિતા, જિતેન્દ્રભાઈ, નીકિતાબેનના અદા, ભૂમિકાબેન, નિહારીકાબેનના સસરા, ક્રિયાંશના દાદા, હેત્વી, પ્રનિલના નાનાનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતની  પ્રાર્થનાસભા તા. ૧૮ના સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગર નિવાસી (મૂળ બેડી) જીતેન્દ્રકુમાર ભગવાનદાસ ચંદારાણા (નિવૃત્ત આચાર્ય, કેવડાપાઠ પ્રા.શાળા) (ઉ.વ.૭૪) તે દિવાળીબેનના પતિ, સ્વ. જેન્તીલાલ, દિલીપભાઈ, જગદીશભાઈ, અશોકભાઈ, હરીશભાઈ (મુંબઈ), સરલાબેન મોહનલાલ રાયચુરાના ભાઈ, મીતાબેન તેજશકુમાર (વડોદરા), ફાલ્ગુનીબેન શનીકુમાર (અમદાવાદ)ના પિતા, કાંતિલાલ, યોગેશભાઈ, રસિકભાઈ, મનોજભાઈ રાજાણી(જામનગર)ના બનેવીનું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું ઉઠમણું તા. ૧૮ના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન હરસિદ્ધિ માતાજી મંદિર, રણજીતનગર, જામનગરમાં રાખેલ છે.

જોડીયા નિવાસી ગુસાઈ નારણગીરી વશરામગીરી (ઉ.વ.૮૨)નું તા. ૧૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૦ના સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન જલારામ સોસાયટી કોમ્યુનિટી હોલ, જોડીયામાં રાખેલ છે. તેમનો ભંડારો તા. ૨૯, સોમવારે જોડીયામાં રાખવામાં આવ્યો છે.

દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પત્રામલભા ધાંધાભા સુમણીયાના પત્ની વિરૂબા, તે દ્વારકા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ લુણાભા , મેરૂભાના માતાનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૯, શુક્રવારે સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન તેમના નિવાસ સ્થાને દ્વારકામાં રાખેલ છે.

જામનગર નિવાસી કીર્તિબેન પ્રફુલચંદ્ર ગોહિલ (ઉ.વ.૬૦) તે પ્રફુલચંદ્ર મોહનલાલ ગોહિલ(જા.જિ.પે.સમાજના કારોબારી સભ્ય) ના પત્ની, પાયલ ટાંક (મુંબઈ), ભૂમિકા વાઘેલા (રાજકોટ)ના માતાનું તા. ૧૫ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૧૮ને ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિની વાડી, ભોજનશાળા, કડિયાવાડ, જામનગરમાં રાખેલ છે.

નંદાણા નિવાસી (દેવભૂમિ દ્વારકા) શારદાબેન નરશીભાઈ ધકાણ (ઉ.વ.૯૭) તે સ્વ. નરશીભાઈ ગોરધનભાઈ ધકાણના પત્ની, કિશોરભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ, અનિલભાઈના માતાનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન તેમના નિવાસ સ્થાન નંદાણામાં રાખેલ છે.

પોરબંદર નિવાસી અરવિંદકુમાર જગજીવનદાસ મર્થકના પત્ની નલીનીબેન (ઉ.વ.૭૫) તે જામનગર નિવાસી સ્વ. શાંતિલાલ ત્રિકમજી મણીયારના પુત્રી, હર્ષદભાઈ, હસમુખભાઈ, જયશ્રીબેન, ભારતીબેન, જ્યોતિબેનના બેનનું તા. ૧૪ના પોરબંદરમાં અવસાન થયું છે. સદ્ગતની પિયરપક્ષની સાદડી તા. ૧૮ના સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગર નિવાસી સ્વ. પ્રાગજીભાઈ માવજીભાઈ તન્નાના પુત્ર અરવિંદ પ્રાગજીભાઈ તન્ના, તે હંસાબેન અરવિંદભાઈ તન્નાના પતિ, રંજનબેન કાનજી ગઢીયા (લંડન), સ્વ. ગોદાવરીબેન રમણીકલાલ રૂપારેલ, અમૃતલાલ પ્રાગજીભાઈ તન્ના, કિરીટભાઈ પ્રાગજી તન્નાના ભાઈ તથા કલ્પનાબેન અમીતકુમાર માત્રાવડીયા (રાજકોટ), સ્વ. ચંદ્રિકાબેન ચેતનકુમાર કક્કડ (રાજકોટ), કાજલ દિપકકુમાર અમલાણી (રાજકોટ), ભરતભાઈ અરવિંદભાઈ તન્નાના પિતા, નીતાબેન સંજયકુમાર બારાઈ (ઓખા), ભાવેશભાઈ અમૃતલાલ તન્ના (નોબત પ્રેસ), રાજેશભાઈ અમૃલાલ તન્નાના કાકા, નિશાંત કિરીટભાઈ તન્ના, આનંદ કિરીટભાઈ તન્નાના અદા તથા રાજકોટ નિવાસી સ્વ. દયાળજી દેવશી નથવાણીના જમાઈનું તા. ૧પ-૯-ર૦રપ, સોમવારના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા સાસરાપક્ષની સાદડી તા. ૧૮-૯-ર૦રપ, ગુરૂવારના સાંજે પ.૦૦ થી પ.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવનીપાળ, જામનગરમાં રાખવામાં આવી છે. સંપર્કઃ ભરતભાઈ અરવિંદભાઈ તન્ના (મો. ૯૮૯૮૯ રરપ૦૪ ભાવેશ અમૃતલાલ તન્ના (મો. ૯૮ર૪૬ ૧ર૩૭૮).

જામનગરઃ તુલસીભાઈ કરશનભાઈ ચોવટીયા (ઉ.વ. ૭૬), તે ડો. અશોકભાઈ ચોવટીયાના પિતા તથા મનિષાબેન ચોવટીયાના સસરા તથા વ્યોમના દાદાનું તા. ૧પ-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૮-૯-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ થી પ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે લેઉવા પટેલ સમાજ (પ્રાર્થના હોલ), રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ નવીનભાઈ જેઠાલાલ ધાંધા (ઉ.વ. ૭ર), તે જગદીશભાઈ, સ્વ. વિજયભાઈના નાનાભાઈ તથા મેહુલ, જિતેન્દ્રભાઈ, હિના, નિહારિકા, નિકિતાના કાકા તથા ક્રિયાંશના દાદી તથા હેત્વી પ્રનીલના નાનાનું તા. ૧૪-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧પ-૯-ર૦રપ ના સાંજે ૪.૩૦ થી પ વાગ્યા દરમિયાન બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિપંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ પંકજભાઈ દિનેશચંદ્ર ભટ્ટ (ઉ.વ. પ૬), તે ભરતભાઈ ડી. ભટ્ટ (વકીલ/નોટરી), સંજયભાઈ દિનેશચંદ્ર ભટ્ટ (નિવૃત્ત કર્મચારી જિલ્લા પંચાયત, જામનગર) ના નાનાભાઈનું તા. ૧ર-૯-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧પ-૯-ર૦રપ ના સાંજે પ.૩૦ થી ૬.૩૦ વાગ્યા દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં. ૬ ના છેડે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh