Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખીજડામંદિરમાં ઉમંગભેર ઉજવાયો રંગોત્સવ

ધૂળેટી પર્વે રાજભોગ, ધોળ પદ, શ્રૃંગાર આરતી સાથે

                                                                                                                                                                                                      

છોટીકાશી જામનગરમાં ધૂળેટી પર્વ નિમિત્તે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની આચાર્ય પીઠ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરૂ કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ પછી રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભગવાન રાજશ્યામાજીની શ્રૃંગાર આરતી પછી પરંપરાગત ધોળ પદના ગાયન સાથે રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો, તેમાં સુંદરસાથજી ભક્તોને આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે ફૂલ અને કેસુડા તેમજ ગુલાલ અને અબીલ જેવા રંગોથી રંગ્યા હતા. પિચકારી વડે અમીછાંટણાં કર્યા હતા. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh