Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૧-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાએ એચ-૧બી વીઝા વનટાઈમ ફી લાગુ કર્યા સાથે લોટરી સિસ્ટમ બંધ કરવાના નિર્ણયને લઈ આઈટી કંપનીઓ માટે કફોડી હાલત થવાની ધારણાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારત સાથે ટ્રેડ ડિલ કરવા માટે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરવાનું દબાણ કરી રહ્યાનું અને બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા પૂર્વે વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે વૈશ્વિક સ્તરે ઓપેક સંગઠન અને અન્ય દેશો નવેમ્બરમાં ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરે એવી શકયતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવો ઘટતાં આજે સ્થાનિક બજારમાં બે તરફી અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
અલબત હજુ ટ્રમ્પ ટેરિફ મામલે ભારત પર ભીંસ વધારશે એવી અટકળો અને ચાઈના પણ તાઈવાન મામલે અમેરિકા પર સ્વતંત્ર રાષ્ટ્રનું વલણ છોડવા દબાણ કરી રહ્યાના અને યુક્રેન મામલે હજુ યુદ્ધ વકરવાના અને ગાઝા મામલે ઈઝરાયેલના આક્રમક વલણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્ રહ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૫%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૪૧% અને નેસ્ડેક ૦.૩૦% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૬૧ અને વધનારની સંખ્યા ૨૦૨૫ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ટેક અને સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૧૬,૮૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૬,૯૧૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૬,૮૯૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૦૨૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૧૬,૮૯૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૩,૨૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૪,૮૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૩,૨૦૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૮૪૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૪૩,૯૮૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ગ્લેનમાર્ક ફાર્મા (૧૯૬૦) : ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૭ થી રૂ.૧૯૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૨૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!
અદાણી ગ્રીન એનર્જી (૧૦૪૦) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૦૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૦૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૫૮ થી રૂ.૧૦૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એચડીએફસી બેન્ક (૯૫૨) : રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૭ થી રૂ.૯૭૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૭૦) : હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૮ થી રૂ.૫૯૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૩૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવી દિશા ટૂંકા ગાળામાં અસ્થિરતા દર્શાવી શકે છે કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આચાનક ટેરિફ નિર્ણયો, એચ-૧બી વિઝા પરની કડકાઈ અને ફાર્માસ્યુટિકલ આયાત પરના ઊંચા ટેરિફ જેવી જાહેરાતો રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાવી રહી છે. ખાસ કરીને આઈટી અને ફાર્મા ક્ષેત્રમાં અમેરિકી નીતિ બદલાવને કારણે નિકાસ આધારિત ભારતીય કંપનીઓ પર દબાણ વધવાની શક્યતા છે. છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં જોવા મળેલો સતત ઘટાડો એ દર્શાવે છે કે વૈશ્વિક રાજકીય જોખમો, ડોલર મજબૂતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી બજારના મૂડને નકારાત્મક બનાવી રહી છે. આ પરિસ્થિતિમાં ટૂંકા ગાળ ાના ટ્રેડર્સ માટે વોલેટિલિટીથી નફો કમાવવાનો મોકો રહેશે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે સતર્કતા જરૂરી રહેશે.
લાંબા ગાળાની દૃષ્ટિએ જોવામાં આવે તો ભારતની આંતરિક આર્થિક મજબૂતી, સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, ડિજિટલ અર્થતંત્રમાં વૃદ્ધિ અને મેન્યુફેકચરીંગ પ્રોત્સાહન યોજનાઓ બજારને ટેકો આપી શકે છે. જો ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે સકારાત્મક સંકેત મળે અથવા અમેરિકા પોતાની કડક નીતિઓમાં લવચીકતા દાખવે તો બજારમાં ઝડપથી રિકવરી આવી શકે છે. રોકાણકારોએ હાલની અનિશ્ચિતતામાં ઊંચા ગુણવત્તાવાળા બ્લૂચિપ શેરો અને ડિફેન્સિવ સેક્ટર પર ધ્યાન આપવું યોગ્ય રહેશે.