Advertisement
Author: નોબત સમાચાર

પતિ પાસેથી મકાન ભાડુ, ભરણપોષણ તથા વળતર પેટે ૧૦ લાખની કરાયેલી માગણી રદ્દ

ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના એક મહિલાએ પતિ સામે અદાલતમાં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી ભરણપોષણ, મકાન ભાડુ, માનસિક ત્રાસ બદલ વળતર પેટે રૂ।.૧૦ લાખની માગણી કરી હતી. તે કેસમાં પતિ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે મહિલા ની માગણીઓ રદ્દ કરી છે.

જામનગરના ભાવિન અજમેરીયા નામના આસામી સામે વર્ષ ૨૦૨૨માં તેમના પત્ની ઉમાબેને અદાલતમાં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ અરજી કરી હતી અને તે અરજીમાં મકાન ભાડુ, ભરણપોષણ તેમજ માનસિક ત્રાસ બદલ વળતર પેટે કુલ રૂ।.૧૦ લાખની માગણી કરવામાં આવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં ભાવિન અજમેરીયા તરફથી રોકાયેલા વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે ઉમાબેનની ભરણપોષણ, મકાન ભાડુ, માનસિક ત્રાસ બદલ વળતર માંગતી તમામ માગણીઓ નામંજૂર કરી પતિ તરફી હુકમ કર્યાે છે. પતિ તરફથી વકીલ અનિલ જી. મહેતા તથા તેમની ટીમના અર્જુનસિંહ સોઢા, ભરતભાઈ વસરા, પાયલબેન રાઠોડ, દેવીબેન ચાવડા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh