Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મિલેટ ઉત્સવ હેઠળ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ભરાશેઃ લાઈવ ફૂડ ઝોન-એક્ઝિબિશન-કમ-સેલ

તા. ર૧-રર માર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગરમાં ર૧ અને રર માર્ચના 'મિલેટ મહોત્સવ' અને 'પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ર૦ર૬'નું આયોજન છે. શ્રીજી હોલ પાછળના મેદાનમાં મિલેટની અવનવી વાનગીઅનો લાઈવ ફૂડ ઝોન અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેંચાણ યોજાશે.

હાલના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા વધારવા અને વિસરાતા જતા પૌષ્ટિક આહાર 'શ્રી અન્ન' (મિલેટ) ના મહત્ત્વને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી જામનગર શહેરમાં તા. ર૧ અને રર માર્ચના બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-ર૦ર૬'નું આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા ગ્રાઉન્ડ,ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે યોજાનારા આ મહોત્સવનો સમય સવારે ૯ થી રાત્રિના ૯ કલાક સુધીનો રહેશે. આ મહોત્સવ દ્વારા નાગરિકોને જુવાર, બાજરી, રાગી, કાગ, કુટકી અને સામો જેવા મિલેટ્સના પોષણ મૂલ્ય વિશે જાણકારી અપાશે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું પ્લેટફોર્મ પૂરૃં પાડવામાં આવશે.

આમહોત્સવની મુખ્ય વિશેષતામાં 'લાઈવ ફૂડ ઝોન' છે, જ્યાં મુલાકાતીઓ મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે મિલેટ ફેંકી, મિલેટ-પાણીપુરી, ભેલપુરી, રાગી સૂપ, જુવાર-બાજરાના ઢેબરા, કટલેસ, પાનકેક, રાગી ઈડલી, બાજરાની ખીચડી, જુવાર ચાટ, લિટલ મિલેટ બિસ્કિટ અને મિલેટ પિત્ઝાનો સ્વાદ માણી શકશે. આ ઉપરાંત મિલેટ દહીંવડા, ફ્રાઈડ રાઈસ, ખીર, પરંપરાગત બાજરાના રોટલા અને ઓળો, મિલેટ ડ્રિંક્સ તથા લાઈવ ખીચું જેવી અવનવી વાનગીઓ પણ ઉપલબ્ધ રહેશે.

આ કાર્યક્રમમાં મિલેટ પકવાતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પ્રોડક્ટ્સના પ્રદર્શન અને વેંચાણ માટેના વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મહોત્સવ દરમિયાન મિલેટ એક્ઝિબિશન, કૃષિવિષયક પરિસંવાદો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આથી જામનગર શહેરના નાગરિકો અને ખેડૂત ભાઈઓને પોતાના પરિવાર સાથે આ આરોગ્યપ્રદ મેળાનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh