Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્નીની બેવફાઈના આધારે છૂટાછેડાનો કેસઃ
નવી દિલ્હી તા. ૬: અન્ય પુરુષ સાથે રહેતી પત્ની ભરણપોષણની હક્કદાર નથી, તે પ્રકારનો ચૂકાદો દિલ્હીની કોર્ટે આપ્યો છે. પત્ની વ્યભિચારમાં રહેતી હતી તથા વિવાહ દરમિયાન પતિ પ્રત્યે વફાદાર નહોતી તેથી આવો ફેંસલો આપ્યો છે.
દિલ્હીની એક કોર્ટે એક મહિલાની નાણાકીય મદદની માગવાળી અરજીને ફગાવી દેતા કહ્યું કે, વ્યભિચારમાં રહેતી પત્ની પોતાના પતિ પાસેથી કોઈપણ પ્રકારનું ભરણપોષણ મેળવવા માટે હક્કદાર નથી. ફેમિલી કોર્ટના જજ નમૃતા અગ્રવાલે મહિલાની અરજી પર સુનાવણી કરી રહ્યા હતાં, જેમાં કહેવાયું હતું કે, અલગ રહેતો પતિ કાયદાકીય અને નૈતિક રીતે ભરણપોષણ આપવા માટે બાધ્ય છે, પણ તે જાણી જોઈને તેને નજરઅંદાજ કરી રહ્યો છે. કોર્ટે ર૦ ઓગસ્ટના આદેશમાં કહ્યું કે બીજી કોર્ટે મે માં દંપતીને આ આધારે છૂટાછેડા આપી દીધા હતાં કે પત્ની વ્યભિચારમાં રહેતી હતી તથા વિવાહ દરમિયાન પતિ પ્રત્યે વફાદાર નહોતી.
તેણે કહ્યું કે, પૂર્વવર્તી કોર્ટે ડીએનએ પરીક્ષણ રિપોર્ટ પર વિશ્વાસ કર્યો હતો, જેનાથી જાણવા મળે છે કે ભલે મહિલા તેના એક બાળકની જૈવિક મા છે, પણ પતિ તેનો જૈવિક પિતા નથી. કોર્ટે કહ્યું કે, ડીએનએ પરીક્ષણ રિપોર્ટ અને નિર્ણયને અરજીકર્તા દ્વારા અત્યાર સુધી પડકાર નથી આપ્યો, જેનો અર્થ એ છે કે તે વ્યભિચારમાં રહેવાની વાત સ્વીકારે છે. તેણે કહ્યું કે, પત્ની પર પોતાની સાસુની હત્યાનો આરોપ લગાવ્યો અને તેના પર કેસ ચલાવ્યો, તે લગભગ ચાર વર્ષ સુધી જેલમાં રહી, પણ બાદમાં તેને મુક્ત કરી દીધી અને તેના મુક્ત કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે.
કોર્ટે કહ્યું કે, આ પ્રકારે પક્ષોની જુબાની સાથે સાથે પૂર્વવર્તી કોર્ટ દ્વારા પાસ નિર્ણયના આધાર પર આ સ્થાપિત થાય છે કે પ્રતિવાદી (પત્ની) વ્યભિચારમાં રહે છે અને દંડ પ્રક્રિયા સંહિતાની કલમ ૧રપ(૪) અનુસાર જો કોઈ પત્ની વ્યભિચારમાં રહે છે તો તે પોતાના પતિ પાસેથી કોઈપણ પ્રકારના ભરણપોષણની હક્કદાર નથી. તેમાં કહેવાયું છે કે, આમ પણ પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે રહે છે, તેની પાસે વિવિધ સંપત્તિઓ છે, જેમાં તે પૂરતી આવક અર્જિત કરી રહી છે અને તેના પર બાળકોના ભરણપોષણની કોઈ જવાબદારી નથી, કારણ કે પતિ જ તેનો ખર્ચો ઊઠાવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial