Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.ટી. વિભાગીય નિયામકને રજૂઆતઃ
વાડીનાર તા. ર૧: ખંભાળિયાથી જામનગર વાયા વાડીનારની બપોરના સમયની બસનો કોઈ ચોક્કસ સમય નહીં હોવાથી વાડીનાર તેમજ આસપાસના ગામના લોકોને વિદ્યાર્થીઓને જામનગર જિલ્લામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ બસ વાડીનાર કોઈ દિવસ સાંજે ૪ વાગ્યે આવે તો કોઈ દિવસે સાંજે પ, પ-૩૦ કે ગમે ત્યારે આવે છે.
જો આ બસનો ચોક્કસ સમય સાંજે પ-૩૦ વાગ્યાનો કરવામાં આવે તો અનેક લોકોને જામનગર જવા માટે અનુકૂળતા બની રહેશે, કારણ કે આ બસ પછી વાડીનારથી જામનગર જવા માટે છેક રાત્રે જ બસ મળે છે.
ખંભાળિયા એસ.ટી. ડેપો મેનેજર કે સ્ટાફ ફોન ઉપાડતા નથી કે જવાબ આપતા નથી. વાડીનારના દિવ્યાબા જાડેજાએ જામનગરના એસ.ટી. વિભાગીય નિયામકને પત્ર લખી ખંભાળિયા-જામનગર વાયા વાડીનારની બસનો સમય સાંજે પ-૩૦ વાગ્યાનો કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial