Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીની મહત્ત્વપૂર્ણ બેઠકો સંપન્નઃ માર્ગદર્શન

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર શહેર ભાજપ સંગઠનની મહત્ત્વની બેઠકો સંપન્ન થઈ છે, જેમાં ભાજપના શહેર પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ માર્ગદર્શન આપ્યુ હતું.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બે દિવસીય સંગઠનાત્મક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહૃાા છે ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને નવનિયુક્ત હોદ્દેદારોને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાનું ભાથું પૂરું પાડવા માટે આ બેઠકો અત્યંત મહત્ત્વની સાબિત થઈ છે.

પ્રથમ દિવસે સંગઠન અને મોરચાના હોદ્દેદારો સાથે સંવાદ યોજાયો હતો. તારીખ ૮ માર્ચ ૨૦૨૬ના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવનમાં બેઠકોનો પ્રારંભ થયો હતો. જેમાં શહેર સંગઠન સર્વપ્રથમ શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને સંગઠનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

શહેર મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને વોર્ડ પ્રભારીઓ સાથે ચૂંટણીલક્ષી પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક વોર્ડની ભૌગોલિક અને રાજકીય સ્થિતિની બારીક માહિતી પ્રભારી દ્વારા મેળવવામાં આવી હતી.

પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો તેમજ પૂર્વ મંત્રીઓ અને તત્કાલીન પૂર્વ પ્રમુખો સાથે બેઠક યોજી તેમના અનુભવોનો લાભ આગામી ચૂંટણીમાં કેવી રીતે લેવો તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

તા.૯ માર્ચ ૨૦૨૬ના કાર્યક્રમના બીજા દિવસે પ્રભારીએ પાયાના સ્તરના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડ પ્રમુખો અને મહામંત્રીઓ સાથે બેઠક યોજી તેમને જનસંપર્ક તેજ કરવા સૂચના આપી હતી.

પૂર્વ શહેર અધ્યક્ષો અને પૂર્વ મેયરઓ સહિતના વરિષ્ઠ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લઈ સંગઠનમાં એકસૂત્રતા જાળવવા પર ભાર મૂક્યો હતો.

આ બે દિવસીય પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનની કાર્યપદ્ધતિથી માહિતગાર કરવાનો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે 'માઈક્રો પ્લાનિંગ' તૈયાર કરવાનો હતો. આ તકે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી  ધનસુખભાઈ ભંડેરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે સહિતના શહેર અને વોર્ડ સ્તરના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh