Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જવાહરલાલ નહેરૂ પછી બીજો સૌથી લાંબો સમય શાસન કરનાર પી.એમ. બનેલા
નવી દિલ્હી તા. ર૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. ટ્રમ્પ-મેલોની રેન્કિંગમાં પાછળ રહી ગયા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ પ૯ ટકાની મંજુરી રેટિંગ સાથે બીજા સ્થાને અને ત્રીજા સ્થાને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી છે. જેમને પ૭ ટકા લોકોનું સમર્થન છે. પીએમ મોદીને ૭પ ટકા લોકોનું એપ્રુવલ રેટીંગ મળ્યું છે. આ સર્વે ૪ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકતાંત્રિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.
બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની ર્મોનિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ ર૦રપ ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર પીએમ મોદીને ૭પ ટકા લોકોનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ સર્વે ૪ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં ર૦ થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે. તે મુજબ પીએમ મોદી પ્રથમ સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ જે-મ્યુંગ પ૯ ટકાની મંજુરી રેટિંગ સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી છે. જેમને પ૭ ટકા લોકોનું સમર્થન છે. તેમના પછી કેનેડાના માર્ક કાર્ની (પ૬ ટકા) અને ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્લેબેનીઝ (પ૪ ટકા) આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૪૪ ટકા લોકોનું સમર્થન મળ્યું છે, જ્યારે પ૦ ટકા લોકો તેમની વિરૂદ્ધ છે. સૌથી ઓછા લોક-યિ લોકશાહી નેતાઓમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલાનો સમાવેશ થાય છે. જેમને ફક્ત ૧૮ ટકા લોકોનું સમર્થન મળ્યું છે, જ્યારે ૭૪ ટકા લોકો તેમનાથી અસંતુષ્ટ છે.
અન્ય નેતાઓમાં ઈટાલીની જ્યોર્જિયા મેલોની ૪૦ ટકા સમર્થન, પ૪ ટકા અસ્વીકાર જર્મનીના ફ્રેડરિક મેર્ઝ ૩૪ ટકા સમર્થન, પ૮ ટકા અસ્વીકાર, તુર્કીના રેસેપ તૈયપ એદોંગના ૩૩ ટકા સમર્થન, પ૦ ટકા અસ્વીકાર, બ્રાઝિલના લુલા દા સિલ્વા ૩ર ટકા સમર્થન જ્યારે ૬૦ ટકા અસ્વીકાર, બ્રિટનના કીર સ્ટારમર ર૬ ટકા સર્મથન, ૬પ ટકા અસ્વીકાર, જાપાનના શિગેરૂ ઈશિબા રૅ ઠકા સમર્થન જ્યારે ૬૬ ટકા અસ્વીકાર કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial