Advertisement
Author: નોબત સમાચાર

નવરાત્રિના દિવસોમાં ઘરે-ઘરે જઈ બાળાઓ દ્વારા ગરબા ગાવાની પ્રથા મૃતઃપાય

એક ના એકવીસ ગોરી ગરબો આવ્યો !

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: અગાઉના સમયમાં નવરાત્રિ માં નાની બાળાઓને માટે ઘરે-ઘરે જઈ ગરબા ગાવાનું મોટું આકર્ષણ હતું. ચાર-પાંચ બહેનપણીઓ સાથે ૧૦થી ૧૨ વર્ષની બાળાઓ માથે ગરબો લઈને શેરીઓમાં નીકળતા તથા દરેક ઘરે જઈને એક ના એકવીસ રે ગોરી ગરબો આવ્યોની જેમ ગીતો ગાતા તથા ચોકલેટ કે મીઠું મોં થાય તેવી વસ્તુઓ લેતા કેટલીક નાની બાળાઓ તો નાનકડી કાપડની થેલી લઈને પોતાના ભાઈને સાથે રાખતી કે જે ચોકલેટ, પીપર એકઠી કરતો તેમાં તેનો ભાગ હોય, એટલે તે આનંદથી સાથે આવતો, તો છેલ્લા દિવસે ગરબા ના પૈસા માંગવા જતી બાળાઓને લોકો અગાઉ દસ, વીસ, પચ્ચીસ પૈસા કે એક રૂપિયો આપતા હતા.

અગાઉ બાળાઓ આવતી ત્યારે એક ગરબામાં જેના લગ્ન ન થયા હોય તેનું નામ લઈને        આવતી વહુ કમળ સુંઘશેના નામથી તેનું નામ ભવિષ્યમાં ઘોડે ચડવા, લગ્ન થવા માટે લેવાતું હોય, કિશોર વયના છોકરા પોતાનુંં નામ આવે તે માટે તલપાપડ થઈને બાળાઓ ગરબા ગાતી ત્યાં બેસતા હતા. સુવર્ણો, મધ્યમ અને પૈસાદારની બાળાઓ પણ ગરબા ગાવા જતી. પણ હવે તેેનું મહત્ત્વ ઘટવા લાગતા બહુ ઓછી બાળાઓ ગરબા ગાવા નીકળે છે. તો ગરબા ગાવામાં મુરતીયાના નામનો ક્રેઝ હજુ પણ ગ્રામ્ય પંથકમાં જોવા મળે છે. તથા નાની બાળાઓને ગરબા ગાતી જોઈને પ્રૌઢ,  વૃદ્ધાઓ પોતાના જુના દિવસો યાદ કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh