Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી ૭૮૦૦ કિલો વજનનો પીત્તળનો છોલ ચોરાયો

ત્રણ મહિનામાં પોણા બાર લાખનો છોલ ચોરાઈ ગયોઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૨: જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર પીત્તળના છોલની ભઠ્ઠી ચલાવતા એક આસામીના ભઠ્ઠીના સ્થળ પરથી ત્રણ મહિનામાં રૂ।.૧૧ લાખ ૭૦ હજારની કિંમતનો ૭૮૦૦ કિલો છોલ ચોરાઈ ગયો છે. તેઓએ પોતાનો સ્ટોક ચકાસતા ચોરીની જાણ થઈ છે. પોલીસમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ઓશવાળ-૩ પાસે સત્યમ્ કોલોની સામે વસવાટ કરતા અને હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલની વાડી સામે શ્યામ મેટલ નામનું બ્રાસપાર્ટનું કારખાનું-ભઠ્ઠી ચલાવતા વિજયભાઈ કાનજીભાઈ ભારવડીયાના કારખાનામાં ગઈ તા.૧૮ની રાત્રે જ્યારે તેઓએ ભઠ્ઠીનંુ ચેકીંગ કરતા તેઓને ભઠ્ઠીનો દરવાજો તથા શટરના તાળા તૂટેલા જોવા મળ્યા હતા.

ચોંકી ગયેલા વિજયભાઈએ અંદર ચકાસણી કરતા ભઠ્ઠીમાંથી અંદાજે ૭૮૦૦ કિલો છોલ જોવા મળ્યો ન હતો. તેઓએ ભઠ્ઠીમાં ઉપરોક્ત છોલ મંગાવીને રાખ્યા પછી પણ છોલ જોવા ન મળતા તેઓએ છેલ્લા ત્રણેક મહિનામાં કુલ રૂ।.૧૧ લાખ ૭૦ હજારની કિંમતનો છોલ ચોરાઈ ગયાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh