Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના કેસમાં દાવા પછી અપીલ પણ રદ્દ કરતી અદાલત

બીલ રદ્દ કરાવવા થયો હતો દાવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના એક આસામી સામે વીજચોરીનો આક્ષેપ મૂકાયા પછી બીલ રદ્દ કરાવવા દીવાની અદાલતમાં દાવો કરાયો હતો. તે દાવો નામંજૂર થતાં અપીલ કરાઈ હતી. અપીલ રદ્દ કરવામાં આવી છે.

જામનગરના કિશોરસિંહ ગોપાલસિંહ ચૌહાણ નામના આસામીને ત્યાં વર્ષ ૨૦૦૮માં વીજ કંપનીના કર્મચારીઓએ ચેકીંગ કર્યા પછી રૂ।.૪૮,૦૬૮નું વીજચોરીનું બીલ આપવામાં આવ્યું હતું. તે બીલ રદ્દ કરાવવા દીવાની કોર્ટમાં દાવો થયો હતો. તે દાવો અદાલતે રદ્દ કરતા કિશોરસિંહે જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. તે અપીલ પણ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી અપીલ રદ્દ કરી છે. વીજ કંપની તરફથી વકીલ રાજેશ વશીયર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh