Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧ ઓક્ટોબર, બુધવાર અને આસો સુદ નોમનું રાશિફળ

વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થાય. આકસ્મિક લાભ  થાય. યાત્રા-પ્રવાસ લાભદાયી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે સાસરી-મોસાળપક્ષના કામ અંગે વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ-ખરીદી થવા પામે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી  રાહત થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસના પ્રારંભથી સુસ્તી-બેચેની રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ કામમાં વ્યસ્ત રહેવું  પડે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

 

Cancer (કર્ક: ડ-હ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. બપોર પછી કામ અંગે વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ખર્ચ  થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સીઝનલ ધંધામાં આકસ્મીક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. બપોર પછી વિવાદથી  સંભાળવું.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપને કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. પરંતુ જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત  જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. બપોર પછી વ્યવહારિક કામ  રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં લાભ જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૫

 

Capricorn (મકર: ખ-જ)

આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ  જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૭-૨

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસના પ્રારંભથી આપને કામમાં પ્રતિકૂળતા રહે. ઘર-પરિવારની ચિંતા રહે. બપોર પછી આપને  રાહત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. બપોર પછી  દિવસ મધ્યમ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh