Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં
છોટીકાશી જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદ્ગુરુ શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ખીજડા મંદિરેથી પૃથ્વી પરિક્રમા-પદયાત્રા નીકળી હતી. આ પૃથ્વી પરિક્રમામાં પ નવતનપુરી ધામ સુરતથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય શ્રી ૧૦૮ સૂર્યનારાયણદાસજી મહારાજ, સિક્કિમથી શ્રી ૧૦૮ સુધાકારજી મહારાજ, ખીજડા મંદિરના સંતશ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી ૧૦૮ દિવ્ય ચૈતન્યજી મહારાજ સહિતના સંતો-મહંતો અને મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકોએ ભજન-કીર્તન સાથે શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરેથી હવાઈચોક, સેન્ટ્રલ બેંક, દરબારગઢ, કાલાવડ નાકા બહાર થઈ ઠેબા ચોકડી પાસે આવેલા ૧ર,૦૦૦ પારાયણ મહામહોત્સવ મૂલ મિલાવામાં પદયાત્રા પહોંચી હતી, જ્યાં સંત ગુરુજનોએ ધર્મ ધ્વજા લહેરાવી મહેર સાગરના પાઠનું પઠન કર્યું હતું. આ પ્રસંગે પધારેલા સુંદરસાથ ભાવિકોએ શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરના નવનિર્માણ માટે પણ સેવાનો ધોધ વહાવ્યો હતો. આ પૃથ્વી પરિક્રમામાં ખીજડા મંદિરના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, કિંજલભાઈ કારસરિયા, કિશનભાઈ વસરા, પ્રણામી ગ્લોબલ સ્કૂલના જી.એલ. તનેજા, કિશોરભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial