Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે બે દિવસના રિમાન્ડ પર સોંપ્યોઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક આસામીને આપવા માટે રાજકોટના વેપારીએ રૂ।.અઢી લાખથી વધુની કિંમતની કોપર અને સોનાની બંગડી એક શખ્સને સોંપ્યા પછી તેઓની સાથે વિશ્વાસઘાત કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હામાં એક આરોપીને પકડી લઈ પોલીસે બે દિવસના રિમાન્ડ પર લીધો છે.
રાજકોટમાં રહેતા એક આસામીએ પોતાના જામનગરના ગ્રાહકને રૂ।.અઢી લાખથી વધુનંુ જેમાં સોનુ હતું તે કોપર અને સોનાની બંગડી સોંપી આપવા માટે જામનગરના મોહનનગર આવાસમાં અગાઉ વસવાટ કરતા કેયુર નીતિનભાઈ સંઘવીને તે બંગડીઓ સોંપી હતી. તે પછી કેયુરે આ બંગડી જામનગરના રવિ સોની નામના શખ્સ પાસે રૂ।.દોઢ લાખમાં ગિરવે મૂકી દીધી હતી અને રવિએ તે બંગડીઓ ઓગાળી નાખી હતી.
ત્યારપછી બંગડીની કિંમત આપવા માટે થયેલી વાતચીતમાં જીજ્ઞેશ સોલંકી નામના શખ્સે રવિનો પક્ષ લઈને નોટરી સમક્ષનો કરાર કરી આપ્યો હતો. તે પછી રાજકોટના આસામી હાર્દિક ચાવડાને પૈસા કે બંગડી ન આપવામાં આવતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હાની પોલીસે શરૂ કરેલી તપાસમાં કેયુર નીતિન સંઘવી ઉર્ફે વાણીયાને પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી સિટી બી ડિવિઝનના પીએસઆઈ ડી.જી. રાજે લાલબંગલા પાસેથી દબોચી લઈ અદાલતમાં રજૂ કરતા આ શખ્સના બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. આ શખ્સ સામે સિટી એ ડિવિઝનમાં ત્રણ ગુન્હા ઉપરાંત રાજકોટના બે પોલીસ મથકમાં ત્રણ ગુન્હા નોંધાયેલા છે. બે આરોપીની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial