Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરત તથા વડોદરાની જેલમાં ધકેલાયાઃ
જામનગર તા. ૧૩: જામનગરમાં દારૂબંધી ભંગના અનુક્રમે ચાર તથા ત્રણ ગુન્હા આચરનાર બે શખ્સ સામે એલસીબીએ પાસાની દરખાસ્ત કરી હતી. તેને મંજૂરી મળતા આ શખ્સોને સુરત તથા વડોદરાની જેલમાં ધકેલી દેવાયા છે.
જામનગર જિલ્લામાં દારૂબંધી ભંગ અંગે ગુન્હાઓ આચરતા તત્ત્વોને પાંજરે પુરવા માટે અપાયેલી સૂચનાના પગલે જામનગર એલસીબીના પીઆઈ વી.બી. ચૌધરી, પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે દારૂબંધી ભંગના ગુન્હા આચરતા શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવાનું શરૂ કર્યું છે. જેમાંથી નાગેશ્વર કોલોનીમાં રહેતા મૂર્તુઝા ઓસમાણ રાઠોડ ઉર્ફે લાડુ તથા મોરકંડા રોડ પર સનસિટી-રમાં રહેતા ઈનાયત ઈબ્રાહીમ મસીયા ઉર્ફે તોતા નામના શખ્સો સામે પાસાની દરખાસ્ત કરાઈ હતી.
આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવતા દારૂબંધી ભંગના ચાર ગુન્હા આચરનાર મૂર્તુઝાને સુરતની લાજપોર જેલમાં તથા દારૂબંધી ભંગના ત્રણ ગુન્હા આચરનાર ઈનાયત ઈબ્રાહીમને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial