Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૬ માર્ચ, સોમવાર અને ફાગણ વદ બારસનું રાશિફળ

તુલા સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.  મહત્ત્વના નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં,સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. અન્યનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે  દોડધામ-શ્રમ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૫

 

Leo (સિંહ: મ-ટ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની  કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે રાજકિય-સરકારી કામમાં, ખાતાકિય કામમાં ધ્યાન રાખવું પડે. આવેશ-ઉશ્કેરાહટમાં  આવી જવું નહીં.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત કહેવાનું થાય. નાણાકિય  કામકાજમાં સાવધાની રાખવી.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૧-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.  આડોશ-પાડોશનું કામકાજ રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૩

 

Capricorn (મકર: ખ-જ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  ઘર-પરિવારની ચિંતા અનુભવાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની  ચિંતા-પરેશાની ઓછી થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સિઝનલ  ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૪



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh