Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કાનૂની સેવા સતામંડળ અને જી.જી. હોસ્પિટલ દ્વારા
જામનગર તા. રપઃ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગર દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી એન.આર. જોષીના માર્ગદર્શન હેઠળ અને ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલના સહયોગથી શહેરના ધન્વન્તરિ ઓડિટોરિયમમાં કોર્ટ કર્મચારીઓ માટે વિશેષ 'મેડિકલ ચેક-અપ' યોજાયો હતો.
આ કેમ્પનો જામનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને તેના તાબા હેઠળની અદાલતોના આશરે ૧૪૦ જેટલા કર્મચારીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન તબીબી ટીમ દ્વારા કર્મચારીઓના બ્લડપ્રેશર, સુગર તેમજ અન્ય પ્રાથમિક સ્વાસ્થ્ય સંબંધી પરીક્ષણો કરજામા આવ્યા હતાં. આ સેવાકીય કાર્યમાં જી.જી. હોસ્પિટલના ૩ નિષ્ણાત મેડિકલ ઓફિસરો તથા નર્સીંગ સ્ટાફ સહિત કુલ ૯ સભ્યોની ટીમે તબીબી સેવાઓ પૂરી પાડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial