Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટીના નેતા દ્વારા નગર પરિભ્રમણઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાનો કાર્યક્રમ

દ્વારકા જિ. પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓની ચૂંટણીના સંદર્ભમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નજીકના સમયમાં ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર ચારેય તાલુકાઓથી તા.પં. ચૂંટણીઓ તથા દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણી તથા ખંભાળિયા તથા રાવલ નગરપાલિકાની પણ સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે રાજકીય ચહલપહલ સાથે ગરમી શરૂ થઈ છે.

તાજેતરમાં કોંગ્રેસ દ્વારા જામરાવલ તથા ખંભાળિયામાં વિધિપૂર્વક નિષ્ણાત ગણાતા રાજકીય નેતાઓને પ્રભારી બનાવીને તથા પાણી સંદર્ભમાં આંદોલન કરીને ખંભાળિયા ન.પા. ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. આમઆદમી પાર્ટીના ઈશુદાન ગઢવી કે જેઓ ર૦રર ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપ પછી બીજો ક્રમ અને વિક્રમ માડમ જેવા ધુરંધરથી વધુ મતો મેળવીને બધાને ચોંકાવી દીધા હતાં. તેમણે ખંભાળિયા ધારાસભા પહેલા આ વખતે ખંભાળિયા પાલિકામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બાઈક પર તેઓ ખંભાળિયા શહેરની ખબર લેવા નીકળ્યા હતાં. એકાદ-બે સ્થળે બૌદ્ધિક નાગરિકો સાથે ચિંતન કર્યું હતું. કરોડોની ગ્રાન્ટો છતાં ખંભાળિયા શહેર ધૂળથી ભરેલું અને ભંગાર રસ્તાઓ અને ખાડાથી સ્વાગતવાળી અવ્યવસ્થા ચિંતાજનક છે જે અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.

ભાજપ દ્વારા પણ આગામી પહેલી/બીજી એપ્રિલના સેન્સ બેઠકોનું આયોજન કરી ચૂંટણી રણશીંગું ફૂંક્યું છે. તા. ૧-૪-ર૦ર૬ ના ખંભાળિયા ભાજપ જિલ્લા કમલમ્ કાર્યાલયમાં તથા તા. ર-૪-ર૦ર૬ ના ભાટિયા સતવારા સમાજની વાડીમાં ગુજરાત પ્રદેશ ભાજપ નિરીક્ષકો સાંસદ હરિભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પરમાર તથા ડો. તેજશ્રીબેન પટેલની ઉપસ્થિતિમાં દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા થશે. જેમાં ઉમેદવારી ઈચ્છુકોને સાંભળવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh