Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાહેબ આજે રિટાયર થાય છે. ૩૫ વર્ષ થયા એકધારી વફાદારીપૂર્વક બેંકની સેવા કરનાર શર્માજી આજે રિટાયર થાય છે.
શર્માજીની આ સુદિર્ઘ બેન્કિંગ યાત્રા, બેંકના ભારીભરખમ લેજરો સાથે શરૂ થઈ હતી, તે હવે કોમ્પ્યુટરના સ્ક્રીન પર પૂરી થાય છે. આ દરમિયાન ત્રણ વખત કોમ્પ્યુટરના પ્રોગ્રામ બદલાયા, શર્માજી તેને પચાવી ગયા. પછી કોર બેન્કિંગના સોફ્ટવેરનું ૬-૬ વખત અપગ્રેડેશન થયું, તેને પણ શર્માજી પચાવી ગયા. સાથે સાથે ૧૦ થી ૧૨ હજાર કપ ચા પણ ગટગટાવી ગયા.
જો કે શર્માજીને ચા પીવાનું કોઈ જ વ્યસન નહીં. પરંતુ થાય એવું કે શર્માજીના ટેબલ પર આખો દિવસ કસ્ટમરની ભીડ હોય, અને શર્માજી એકદમ બીઝી હોય. પછી થાય એવું કે શર્માજી બીઝી હોય ત્યારે જ બેંકમાં ચાવાળો આવે અને શાંતિથી શર્માજીના ટેબલ પર ચાનો કપ મૂકી દે અને ચાલતો થાય. પછી તો શર્માજી પણ કામના ટેન્શનમાં જ કશુંય વિચાર્યા વગર ચાનો કપ ગટગટાવી જાય..!!
દરેક ઓફિસમાં એક વણલિખિત નિયમ છે કે રિટાયર થતા કર્મચારીને ગિફ્ટ આપવી. બેંકમાં પણ આવો નિયમ છે અને આ નિયમ પ્રમાણે શર્માજીને ગિફ્ટમાં એક સુંદર મજાની ઘડિયાળ આપવામાં આવી. ઘડિયાળ એટલા માટે કે બેંકમાં બધા જાણતા હતા કે શર્માજી કામ કરતી વખતે ઘડિયાળ સામું જોતા નહીં, અને તેથી જ કાયમ ઘરે મોડા પહોંચતા. બધાની શુભેચ્છા એવી હતી કે શર્માજી હવે ઘડિયાળ જોવાની ટેવ પાડે અને ઘરે સમયસર પહોંચે.
શર્માજી બેંકના ગ્રાહકો સાથે ખૂબ જ સમજાવટથી કામ લે, એટલે કે ગ્રાહક જ્યાં સુધી તેની વાત ન માને ત્યાં સુધી તેને સમજાવે જ રાખે, સમજાવે જ રાખે. આ દરમિયાન જો લંચનો સમય ચુકાઈ જાય તો વાંધો નહીં. અને જો ચા વાળો એકના બદલે બે કટિંગ ચા જાય મૂકી જાય તો પણ વાંધો નહીં. શર્માજી પેલી ચા ગ્રાહકને આપશે અને પછી બીજી ચા પોતે લેશે, પરંતુ ગ્રાહકને પોતાની વાત મનાવીને જ રહેશે. એટલે ઘણી વખત તો એવું થાય કે બેંકમાંથી એફ ડી બંધ કરીને તેના પૈસા ઉપાડવા આવેલો ગ્રાહક નવી એફડી કઢાવીને જ જાય.
બેંકમાં જ્યારે કોમ્પ્યુટર આવ્યા ત્યારે શર્માજી જેવા ઘણાં કર્મચારીઓને તકલીફ પડેલી, ખાસ કરીને પોતાનો લોગ ઇન પાસવર્ડ બનાવવામાં અને યાદ રાખવામાં. કારણકે પાસવર્ડને નિયમિતપણે રિસેટ પણ કરતો રહેવો પડે છે. આજે રિટાયરમેન્ટના દિવસે શર્માજીને પહેલો વિચાર એ જ આવ્યો કે હાશ, હવેથી પાસવર્ડ રીસેટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ. રિટાયરમેન્ટની ગિફ્ટ સ્વીકારતા સ્વીકારતા શર્માજીએ કહ્યું, આ બેંકમાં જ્યારે મેં નોકરીની શરૂઆત કરી ત્યારે એફડીઆર પર ડબલ ડિજિટમાં વ્યાજ આપવામાં આવતું હતું. અને એ જ સમયે પેટ્રોલના ભાવ પણ ડબલ ડિજિટમાં જ હતા. આજે હું રિટાયર થાઉં છું ત્યારે બેંકના એફડીઆર પર સિંગલ ડિજિટમાં વ્યાજ આપવામાં આવે છે, જ્યારે પેટ્રોલના ભાવ તો લગભગ ટ્રીપલ ડિજિટ સુધી પહોંચી ગયા છે..! મેં જ્યારે પહેલી વખત બાઈક લીધું ત્યારે મને બાઈક લેવા માટે કોઈ લોન લેવાની જરૂર પડી નહોતી. જ્યારે આજે હાલત એ છે કે તે બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે પણ મારે લોન લેવાની જરૂર પડે છે..!
સાચું કહું તો હવે હું આ બેંકને ખૂબ જ મિસ કરીશ. કારણ કે આ બેંક એ તો મારૃં બીજું ઘર છે. હું મારા ઘરે તો ફક્ત રવિવારે જ જતો હતો અને ત્યારે પણ મારૃં મન, મારૂ દિલ બેંકમાં જ રહેતું.. આજે મને લાગે છે કે જાણે હું બેંકના લોકરમાંથી મુક્ત થયો છું..!*
વિદાય વેળાએઃ જિંદગીમાં જો શાંતિથી રહેવું હોય તો ઘણું બધું જતું કરવું પડે છે. પરંતુ ઘણીવાર આપણી જતું કરવાની આ આદત, સામેવાળાની ધાર્યું કરવાની આદત બની જતી હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial