Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ઈચ્છુક ઉમેદવારો માટે ખંભાળિયામાં યોજાશે નિઃશૂલ્ક તાલીમવર્ગ

સંરક્ષણ દળોમાં ભરતી માટે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪: રાજ્ય સરકાર દ્રારા સંરક્ષક દળોમાં ભરતી માટે ૩૦ દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમનું આયોજન છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૦ ઓગસ્ટ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ જમા કરાવવાના રહેશે.

ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન આર્મી / એરફોર્સ / નેવી / અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક / માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતગર્ત ચાલુ વર્ષે અત્રેની કચેરી દ્વારા યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી સમયમાં સત્વરે કરવામાં આવનાર છે. તો આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી - દેવભૂમિ દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ૩૦-૦૮-૨૦૨૫ સુધીમાં સ્વખર્ચે પોતાની સંમતી આપી જવા જણાવવામાં આવે છે.

આ તાલીમવર્ગ જામખંભાળીયામાં નિઃશૂલ્ક (રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે.) યોજવામાં આવશે. આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે. તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત/ ઉંમર/ શારીરિક યોગ્યતા આ પ્રમાણે છે. શૈક્ષણિક લાયકાત ધો -૧૦માં ૪૫% સાથે અથવા ધો.૧૨માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસનો રહેશે. ઉમેદવારની શારીરિક યોગ્યતામાં ઉંચાઈ- ૧૬૨ સે.મી., વજન-૫૦ કિલોગ્રામ અને છાતી ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. હોવી જોઈએ. આ તાલીમ વર્ગમાં શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વિગેરેની તાલીમ ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે.

અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરેલ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh