Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૦ કિ.મી.થી વધુ ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વરસાદથી ભારે નુક્સાનઃ
નવી દિલ્હી તા. ર૯ઃ 'મોન્થા' વાવાઝોડુ આંધ્રપ્રદેશના કિનારે ટકરાયું છે. ૧૦૦ કિ.મી.થી વધુ ઝડપે ફૂંકાયેલા પવનના સાથે વરસાદે ભારે નુક્સાની ફેલાવી છે. આશરે પોણો લાખ લોકોનું સ્થળાંતર કરીને તેમને શિબિર કેમ્પમાં આશરો આપવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશના કાકીનાકાના દરિયા કાંઠે ટકરાયું હતું, અને કાકીનાકા બંદર ઉપર ૪૦ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તેમજ વિશાખાપટ્ટનમ્ અને મછલીપરમના બંદર ઉપર ૯ નંબરનું સિગ્નલ લગાવાયું છે, તો ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી ઓડિશામાં ભૂસ્ખલન થતા અનેક મકાનો-ઈમારતોને નુક્સાન થયું છે.
વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. આ બનાવમાં એક મહિલાનું મૃત્ુ થયું હતું. આંધ્રના અનેક જિલ્લામાં રાત્રિ કર્ફયુ લગાવાયું છે.
ઓડિશામાં પણ આઠ જિલ્લા વાવાઝોડાથી પ્રભાવિત થયા છે અને અહિં ૧૧ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે, અને અન્ય ૩૦ હજારના સ્થળાંતરની તૈયારીઓ ચાલી રહી છે. ૩૦ ઓડીઆરએફ અને પાંચ એનડીઆરએફની ટીમો રાહત-કામગીરી માટે ઉતારવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી છ કલાકમાં 'મોનથા' વાવાઝોડુ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને તિવ્રતા ઘટશે. આ વાવાઝોડુ ૩૦૦ કિ.મી.ના વિસ્તારને આવરી લીધુ છે.
અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું
એકતરફ પ્રચંડ વાવાઝોડું 'મોનથા' આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠા નજીક પ્રતિ કલાકની ૧૧૦ કિમીની વિનાશક ઝડપે ધસી આવ્યું છે. બીજી બાજુ ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વે-મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે.
સોમવારે તે વેરાવળથી ૫૭૦ કિમીના અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મુજબ તે ૪૮૦ કિમી દૂર હતું. એક દિવસમાં આશરે ૧૦૦ કિમી નજીક આવ્યું છે. વળી આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થન સુધી સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી ઉંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયો છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે સામાન્ય માવઠાં વરસાવે છે તે પણ સક્રિય છે. આમ ગુજરાતમાં માવઠાંની માઠી દશા હજુ જારી રહેશે.
હવામાન વિભાગે બુધવારે અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની (ઓરેન્જ એલર્ટ) અને દક્ષિણ ગુજરાતના ભરૃચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા તેમજ દીવ-દમણમાં ભારે વરસાદની અને રાજ્યના અન્ય જિલ્લામાં ૩૦-૪૦ કિમી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જારી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial