Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ સવારે પ્રવચન, સાંજે પ્રતિક્રમણ, રવિવારે ભગવાનના જન્મનું વાચન
જૈન સમુદાયના પાવનકારી પર્યુષણ મહાપર્વની આજે તા.૨૦મીથી આરંભ થઈ રહૃાો હોવાથી જૈનોમાં ધાર્મિક ઉમંગ વ્યાપ્યો છે. સાત દિવસના આ તહેવાર દરમિયાન વ્યાખ્યાનો, સમૂહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે જુદા- જુદા દિવસોએ આવતી જૈનોના તમામ સંઘોની સંવત્સરી આ વખતે કેલેન્ડર તિથિ મુજબ ભાદરવા સુદ-ચોથ તા.૨૭ ઓગસ્ટના રોજ એકજ દિવસે ઉજવાશે.
પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં જ્યોતિવિનોદ ઉપાશ્રયમાં પંન્યાસજી ગીતાર્થરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં પર્યુષણના સાતેય દિવસે સવારે ૭:૩૦, ૮.૦૦ અને ૮:૩૦ વાગ્યાના સમયમાં વ્યાખ્યાન અને રોજ સાંજે ૭:૩૦ વાગ્યે સમૂહ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત રોજની વાત કરીએ તો આજે શ્રાવણ વદ બારસ તા.ર૦ની સાંજે ઘીની બોલી બાદ સમૂહ પ્રતિક્રમણ, બીજા દિવસે તા.ર૧ના ગુરુવારે સાંજે ૭ વાગ્યે કલ્પસૂત્રના ઘીની બોલી. તા.રરના શુકવારે ત્રીજા દિવસે સવારે ૮:૩૦ વાગ્યે વ્યાખ્યાન દરમિયાન કલ્પસૂત્રના ઘીની ઉછામણી સાંજે ૬:૩૦ વાગ્યે કલ્પસૂત્રના ઘીની બોલી અને રાત્રે મંડપમાં જન્મ વાંચનના વિવિધ લાભના ઘીની બોલી બોલાવાશે તા.૨૩ના શનિવારે ચોથા દિવસે સવારે ૮ વાગ્યે કાવ્યસુત્રની અષ્ટપ્રકારી પૂજા અને સાંજે પ્રતિક્રમણ બાદ ૨૭ના ભાવનું સ્તવન, પાંચમા દિવસે રવિવારે તા.૨૪મીએ સવારે ૧૦ વાગ્યા બાદ ભગવાન મહાવીરના જન્મનું વાચન, તા.૨પના સોમવારે બપોરે ૧ થી ૨ બાળકોનું સામાયિક, સાંજે પંચકલ્યાણક સ્તવન, તા.ર૬ના સાતમા દિવસે સવારે પ્રવચન દરમિયાન બારસા સુત્રના ઘીની બોલી આઠમા દિવસે ૮ વાગ્યે અષ્ટપ્રકારી પુજા, સાંજે ૪:૩૦ વાગ્યે સામુહિક પ્રતિક્રમણ બાદ સાવંત્સરિક ક્ષમાપના પછી નવમા દિવસે તા.૨૮ના ગુરુવારે સવારે ૮ વાગ્યાથી તપસ્વીઓના પારણા, બપોરે ૨:૩૦ વાગ્યે પ્રભુજીની શોભાયાત્રા ચાંદી બજારથી યોજાશે.
પર્યુષણ નિમિત્તે ચાંદી બજારના દેરાસરો, પેલેસ દેરાસર, પાર્શ્વનાથજી દેરાસર, સમેત શિખરજી, ઓશવાળ કોલોની, કામદાર કોલોનીના દેરાસરોમાં વિવિધ અંગરચના (આંગી) ના દર્શન યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial