Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા પોણા લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ કાયદાથી સંઘર્ષિત કિશોરની સંડોવણી ખૂલીઃ
જામનગર તા. ૧૪: જોડિયા તાલુકાના બોડકા ગામ તથા જીરાગઢ ગામમાં ત્રણ દિવસમાં રાત્રિના સમયે બે વૃદ્ધાને લૂંટી લેવાયાના બનાવ પ્રકાશમાં આવ્યા હતા. તેની તપાસમાં જોડાયેલી એલસીબીએ ભાદરા પાટીયા પાસેથી એક મહિલા તથા બે શખ્સને દબોચી લીધા છે. આ વ્યક્તિઓએ બંને લૂંટની કબૂલાત આપી રૂ.૭૬ હજારનો મુદ્દામાલ કાઢી આપ્યો છે અને કાયદાથી સંઘર્ષિત કિશોરનું નામ આપ્યું છે. ભાઈ-બહેન તેમજ ત્રીજા શખ્સની એલસીબીએ અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
જોડીયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઈ ગડારા નામના એંસી વર્ષના વૃદ્ધા ગયા શુક્રવારની રાત્રે પોતાના ઘરે ફળીયામાં ખાટલા પર સુતા હતા ત્યારે એકાદ વાગ્યે એક મહિલા તથા ત્રણ અજાણ્યા શખ્સ તેમના ઘરમાં ઘૂસ્યા હતા. પચ્ચીસેક વર્ષની વયના લાગતા આ વ્યક્તિઓએ જશવંતીબેનને દબોચી લઈ મ્હોં પર હાથ દબાવ્યો હતો અને બે શખ્સે હાથ-પગ પકડી લીધા હતા. સાથે રહેલી મહિલાએ કાનમાંથી દસ ગ્રામ વજનની સોનાની બુટી કાઢી લેવા ઉપરાંત પાકીટમાંથી રૂ.૭ હજારની લૂંટ ચલાવી હતી.
ઉપરોક્ત ફરિયાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે દરમિયાન જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રંભાબેન પરબતભાઈ ચોટલીયા નામના એંસી વર્ષના વૃદ્ધા ગઈ તા.૭ની રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે બે શખ્સ આવી ચઢ્યા હતા. તેઓએ લાત મારીને દરવાજો ખોલી નાખ્યા પછી અંદર જઈ રંભાબેનના મ્હોં પર હાથ દબાવી કાનમાંથી સોનાની છ ગ્રામની બુટી લૂંટી લીધી હતી તેની ફરિયાદ નોંધાવાઈ હતી.
બંને ફરિયાદની તપાસ જોડિયા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા પછી એસપી ડો. રવિમોહન સૈનીએ તપાસમાં એલસીબીને પણ જોડાઈ જવા માટે સૂચના આપતા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળની એલસીબી ટૂકડી તપાસમાં જોડાઈ હતી.
એલસીબીના પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પી.એન. મોરી દ્વારા તપાસ કરાતી હતી. તે દરમિયાન સ્ટાફના અજય વિરડા, ભયપાલસિંહ, સુમિત શિયારને મળેલી બાતમીના આધારે ભાદરા પાટીયા પાસે ધસી ગયેલી એલસીબી ટીમે ત્યાંથી જોડિયાના જીરાગઢ ગામના સિકંદર મુરાદ સોઢા ઉર્ફે કારા તેમજ જોડિયા તાલુકાના પીઠડ ગામના હુસેનાબેન ઉર્ફે આશા ઉર્ફે હસીના અશોકભાઈ કટારીયા તેમજ બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અલ્પેશ દાનાભાઈ કાનાણી નામના ત્રણ વ્યક્તિને દબોચી લીધા છે.
આ વ્યક્તિઓને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા તેઓએ કાયદાથી સંઘર્ષિત એક કિશોરને સાથે રાખી ઉપરોક્ત બંને લૂંટ કર્યાની કબૂલાત આપી છે. આ વ્યક્તિઓ પાસેથી રૂ.૭ હજાર રોકડા, એક મોબાઈલ તથા ૧૬ ગ્રામ વજનની સોનાની ચાર બુટી મળી કુલ રૂ.૭૬ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ઉપરોક્ત વ્યક્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન હરીફરીને જે વિસ્તારમાં એકલા વૃદ્ધાઓ રહેતા હોવાનું જોઈ આવતા હતા અને તેની રેકી કર્યા પછી રાત્રિના સમયે મ્હોં પર કપડુ બાંધી લૂંટ કરી લેતા હોવાનું કબૂલ્યું છે. એલસીબીએ સિકંદર તથા તેની બહેન હુસેના અને અલ્પેશની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial