Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૭.૯૮ કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસ - ૧ ના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની દરખાસ્ત પેન્ડિંગ રખાઇ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી ટ્રેનિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૭ કરોડ ૯૮  લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સ્પોર્ટ્સ  કોમ્પ્લેક્સ  માટે કન્સલ્ટન્સસી સર્વિસની દરખાસ્ત  પેન્ડિંગ રાખવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ ડમિટીની મિટિંગ આજે તા. ૩૦ ચેરમેન  નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૨ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશભાઈ વરણવા ઉપસ્થિત રહયા હતા.

શીફટીંગ એન્ડ ઈલેક્ટ્રીફીકેશન વર્ક એટ રણમલ લેઈક પેરીફરી એન્ડ લાખોટા કોઠા મ્યુઝીયમ સરાઉન્ડીંગ એટ જામનગરના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે  રૂા. ૧૩૫.૮૭ લાખના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. જામનગર શહેરમાં ખંભાળીયા રોડ ૫૨, હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં.૨, અંતિમ ખંડ નં.૯૮ વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ આપવાના કામની દરખાસ્ત પેન્ડીંગ રાખવા નિર્ણય લેવાયો હતો.

એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલના તમામ ઈલે. ઉપકરણોનું આગામી ત્રણ વર્ષ માટે તમામ પ્રકારના ઓપરેશન તથા મેઈન્ટેનન્સના કામ અંગે રૂા. ૫૦.૫૫ લાખ, એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ માટે નવું ડી.જી. સેટ વસાવવા અંગે  રૂા. ૪૬.૫૩ લાખ, સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ ની ઓપરેશનલ ગાઈડલાઈન્સ મુજબ અંતર્ગત જામનગર શહેરમાં હયાત પે એન્ડ યુઝ ટોઈલેટને પાડતોડ કરી નવા પે એન્ડ યુઝ ટોઈલેટ / રીપેરીંગ તથા એસ્પીરેશનલ પબ્લિક ટોઈલેટ અને યુરીનલ બનાવવા સૈદ્ધાંતિક મંજુરીના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે  રૂા. ૪.૭૪ કરોડના ખર્ચ અંગે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન  સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે  રૂ.૭.૫૦ લાખ, સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં.૨, ૩ અને ૪) માં સ્ટ્રેનેધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ)ના કામ માટે રૂા. ૭.૫૦ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે કમિશનરની દરખાસ્ત અંગે રૂા. ૫૦ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. ૨૫૦ લાખ., સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. ૨૫૦ લાખ, વોર્ડ નં. ૫, વાલ્કેશ્વરીનગરી, સનસાઈન સ્કૂલથી વાલ્કેશ્વર મહાદેવના મંદિર સુધી સી.સી. રોડના કામ અંગે રૂા. ૩૦.૨૦ લાખ, વોર્ડ નં. ૭, સમર્પણ હોસ્પિટલ થી મયુર વિલાના ગેઈટ સુધી સમર્પણ પાર્ક  સુધી સી.સી. રોડના કામ અંગે  રૂા. ૩૯.૦૪ લાખ,

વોર્ડ નં. ૬, બાલાજી પાર્ક સોસાયટી પુંજાભાઈ ગામીના ઘર પાસેથી ડિફેન્સ કોલોની મેઈન રોડ સુધી સી.સી. રોડનું કામ, તિરૂપતિ ર સોસાયટી મહાદેવ મંદિર પાસેથી તિરૂપતિ સોસાયટી શેરી નં. ૭ સુધી સી.સી. રોડ., વોર્ડ  તિરૂપતિ - ૨ સોસાયટી, તિરૂપતિ મહાદેવ મંદિરથી ત્રિલોક એપાર્ટમેન્ટ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ.૭૮.૦૧ લાખ,  સિવિલ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ / ગેસ પાઈપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અંગે  રૂા. ૧૧૬ લાખ, અને જામનગર મહાનગર સેવા સદનની માલ-મિલકતોનું રક્ષણ પુરું પાડવા માટે વર્ષ ૨૦૨૪-૨૫ તથા ૨૦૨૫-૨૬ (૨૪ માસ) માટે મંજુર થયેલા આર.સી.ના ભાવે બીજા વર્ષનું ખર્ચ રૂા. ૨૬૩.૬૬ લાખ મંજૂર કરવામાં આવ્યું હતું. આમ આજની બેઠક માં કુલ રૂ.૧૭ કરોડ ૯૮ લાખના જુદા જુદા વિકાસ કામોને  મંજુરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh