Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભય, ભૂખ ને ભ્રષ્ટાચારથી ભરપૂર ભાજપનું શાસન...?
જામનગર તા. ૧: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના શિક્ષિકા સામે શિક્ષાત્મક પગલાં લેવાની મંજૂરી માગતો પત્ર શિક્ષણ વિભાગને મોકલાયો છે. પરંતુ લાગવગના કારણે ફાઈલ આગળ વધતી નથી. બીજી તરફ જામનગરથી લાંબા સમયથી રીમાઈન્ડર પત્ર લખાયો નથી. કારણ કે, આ શિક્ષિકા ભાજપનું મજબુત પીઠબળ ધરાવે છે.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના શિક્ષિકા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગની બહાલી મેળવવા માટે તા. ર-૬-ર૦રપ અને તા. રપ-૭-ર૦રપ ના બે પત્રો શિક્ષણ સચિવને મોકલાયા હતાં. પરંતુ આ બાબતે શિક્ષણ વિભાગે કોઈ પગલા લીધા નથી. કારણ કે, આ શિક્ષિકા જામનગરના ભાજપના એક મોટા કદના નેતાના પરિવારના સભ્ય છે. આ શિક્ષિકા સામે ગંંભીર આક્ષેપો થયા છે, પરંતુ તેને છાવરવામાં આવી રહ્યું છે. ઉપરથી નીચે સુધી સડો હોય, તેમ જામગનરથી રીમાઈન્ડર પત્રો પણ મોકલવામાં આવતા નથી.
આમ ભાજપના શાસનમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત શાસન ચાલતું હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial