Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના સેકન્ડ વાઈસ ઈન્ટરનેશનલ પ્રેસિડન્ટની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૫: લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના સેકન્ડ વાઈસ ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ નાઈરોબી-કેન્યાથી પીેએમજેએફ લાયન મનોજ શાહ સહપરિવાર, મધ્યપ્રદેશ-પીપરિયાથી મલ્ટીપલ ૩ર૩૩ ના કાઉન્સિલ ચેરમેન લાયન મનિષ શાહ, ઈન્દોરથી લાયન અગ્રણી કુલભૂષણ મિતલ જામનગરની લાયન્સ ક્લબ ક્વીન્સ તથા ગીતાબેન સાવલાના યજમાનપદે જામનગર પધાર્યા હતાં.
આ મહાનુભાવોને સત્કારવા ગીતાબેન સાવલા તથા દિલીપભાઈ સાવલાના માર્ગદર્શન હેઠળ ઝોન ચેરમેન લાયન ધ્રુવી સોમપુરા દ્વારા 'ગૌરવોત્સવ' તથા 'ઝોન સ્પેશ્યલ'ના કાર્યક્રમો યોજાયા હતાં.
વિક્ટોરિયા ગાડીમાં મહેમાનોને બેસાડી તેઓનું ઢોલ-નગારા-શરણાઈ સાથે વાજતે ગાજતે પ્રોસેશન સાથે કાર્યક્રમના સ્થળે આગમન થયું હતું, જેમાં ડિસ્ટ્રીક્ટના લાયન મિત્રો, પીડીજીઓ, આમંત્રિતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
કાર્યક્રમના આરંભે લાયન્સ પ્રાર્થના તથા રાષ્ટ્રગીતના ગાન કરવામાં આવ્યા હતાં. પ્રાર્થના વાચન લાયન રોહિતભાઈ જોષીએ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ગીતાબેન સાવલાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રોગ્રામના કન્વીનર લાયન એસ.કે. ગર્ગે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. લાયન્સના ડિસ્ટ્રીક્ટ ગવર્નર અભયભાઈ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
સેકન્ડ વાઈસ ઈન્ટરનેશનલ પ્રસિડેન્ટ મનોજભાઈ શાહનો પરિચય લાયન ગીતાબેન સાવલાએ આપ્યો હતો. ગીતાબેન સાવલા તથા દિલીપભાઈ સાવલા દ્વારા તેમનું શાલ અને માળા અર્પણ કરી મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જૈનાબેન તથા ડો. સોયુમનું ગીતાબેન તથા દિલીપભાઈ સાવલાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ કવીન્સની ટીમ તથા કન્વીનર લાયન એચ.કે. ગર્ગ દ્વારા પણ સૌ મહાનુભાોનું સ્મૃતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. યજમાન ક્લબની ટીમ દ્વારા મીતલજી તથા મનિષભાઈ શાહનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ત્રણેય મહાનુભાવોએ સરળ ભાષામાં લાયનવાદની તેમની યાત્રાના સંસ્મરણો શેર કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
લાયન્સ ઈન્ટરનેશનલના સર્વોચ્ચ એવા એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ પીડીજી ચંદ્રકાંત દફ્તરીને લાયન મનોજભાઈ શાહના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
લાયન ગીતાબેન સાવલા તથા ઝેડ.સી. ધ્રુવી સોમપુરાના ઉપક્રમે તમામ ડી.જી. ટીમ, તમામ પીડીજીઓ, ઝોન ૯ અને ૧૦ મા આવતી તમામ ક્લબને લાયન મનોજભાઈ શાહના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતાં.
આ કાર્યક્રમમાં લાયન્સ ક્વીઝનો આનંદ સૌએ માણ્યો હતો અને લક્કી ડ્રો પણ યોજાયો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા કન્વીનર લાયન એસ.કે. ગર્ગના માર્ગદર્શન હેઠળ દિલીપભાઈ સાવલા, રોહિતભાઈ જોષી, જયશ્રીબેન, રાકેશભાઈ, ધ્રુવીબેન, ધાનીબેન, નંદીની સોમપુરા, મહેન્દ્રભાઈ ગોસ્વામી, અમરજીતસિંઘ અહલુવાલિયા, ૫રીનભાઈ શાહ, નરેન્દ્રભાઈ ભેંસદડિયા, યતિનભાઈ પારેખ, અનિલભાઈ જાખરિયા, ભરતભાઈ દત્તાણી, દિપકભાઈ પરમાર, રાજેન્દ્રભાઈ રાયવડેરા, એમ.યુ. ઝવેરી, ધર્વ શાહ, વિશ્વાબેન જોષી વિગેરેએ જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ગીતાબેન શાહે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial