Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અફવાઓથી દૂર રહેવા તંત્રનો અનુરોધ
ખંભાળિયા તા. ૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીરું, ચણા, ઘઉં અને ઘાસચારાના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે. જે ધ્યાને લઈને જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે પૂરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. હાલ ખાતરનો વપરાશ ચાલુ હોય સમગ્ર જિલ્લામાં ચાલુ માસમાં દસ દિવસમાં દરરોજ એવરેજ ૨૫૦ મેટ્રિક ટન યુરિયા ખાતર ખેડૂતો દ્વારા ખરીદી કરવામાં આવે છે અને સપ્લાય કરતી ખાતર વિતરક કંપનીઓ દ્વારા ૨૧૭૦ મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે.
જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિ.) દ્વારા દર બે દિવસે સમીક્ષા કરીને તાલુકાના ખાતર વિતરક સંસ્થાઓમાં વેચાણ અને માંગ અનુસાર જરૂરી યુરીયા ખાતરનો જથ્થો જે તે તાલુકામાં ઉપલબ્ધ કરાવાય છે.
જિલ્લામાં ૧૧૫૦ મેટ્રિક ટન જેટલો યુરિયા ખાતરનો જથ્થો આવકમાં છે અને આગામી ૨૦ દિવસમાં રાબેતા મુજબના સપ્લાયમાં ૨૦૦૦ મેટ્રિક ટન યુરિયા ખાતર માંગ મુજબ સપ્લાય થનાર છે, જેથી આવનારા દિવસોમાં જિલ્લામાં કોઈ પણ જગ્યાએ યુરિયા ખાતરની અછત ઉદભવવાની કોઈ શક્યતાઓ રહેલી નથી. આથી, યુરિયા ખાતરની અછત બાબતની અફવાઓથી દૂર રહેવા અને ખાતરની ખરીદી માટે બિનજરૂરી દોડાદોડ ન કરવા અપીલ છે.
ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી પોતાનો આધાર નંબર રજુ કરી મેળવી શકશે. વધુમાં ખરીદીનું પાકું બિલ મેળવીને જ ખાતરની ખરીદી કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial