Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકાના ઘુમલીમાં શ્રી ગણેશ ચોથ ઉત્સવનું ભવ્યાતિભવ્ય આયોજનઃ હર્ષોલ્લાસ

શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરી. ટ્રસ્ટ દ્વારા ગણેશ ચતુર્થીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના પ.પૂ. ઈષ્ટદેવ શ્રી લુણંગ ગણેશ દેવનું સ્થાનક ભાણવડ તાલુકાના ઘુમલીમાં કે જે બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપુર કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ આવેલું છે, જ્યાં સોનકંસારીની પૌરાણિક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલ મૉ આશાપુરાનું મંદિર તેમજ તળેટીએ આવેલ શ્રી લુણંગ ગણેશ દેવનું પવિત્ર મંદિર આવેલ છે.

આ પવિત્ર સ્થળે ઘણાં વર્ષોથી મહેશ્વરી સંપ્રદાયના ધાર્મિક મેળા યોજવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુ પગપાળા તેમજ જુદા જુદા વાહનો દ્વારા દર્શનાર્થે આવે છે.

આ વર્ષે પણ આગામી ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે 'શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, ઘુમલી' દ્વારા શ્રી ગપણેશ ચોથ ઉત્સવ-ર૦રપ નું ભવ્ય આયોજન તા. ર૭-૮-ર૦રપ, બુધવારના કરેલ છે.

જેમાં ધાર્મિક કાર્યક્રમો બુધવારના દિવસે ભાણવડ તાલુકાના મોજે ઘુમલીમાં આવેલ શ્રી લુણંગ ગણેશ મંદિરે સવારે ૯-૩૦ કલાકે અન્નકોટ દર્શન, સવારે ૧૧ કલાકે નૂતન ધ્વજારોહણ, સવારે ૧ર કલાકે મહાઆરતી ત્યારપછી બપોરે ૧ર-૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ગણેશ ચોથ ઉત્સવ ર૦રપ માં મહાપ્રસાદનો સહયોગ સ્વ. વાલીબેન ખીમાભાઈ (કારાભાઈ) જોડના સ્મરણાર્થે શ્રી નારણભાઈ ખીમાભાઈ (કારાભાઈ) જોડ-ગામ સલાયા દ્વારા મળેલ છે.

શ્રી લુણંગ દેવના મંદિરના સ્થાનકે ધાર્મિક ઉત્સવ દરમિયાન કોઈને અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા જનરેટર દ્વારા લાઈટ, પાણી, ભોજન, આરામ માટેની વ્યવસ્થા, બારમતી પંથના આયોજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે હોદ્દેદારો રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ, કિરણકુમાર એલ. ગવડણ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી. જોડ (નિ.ના. મામ.), માલશીભાઈ ગોરડિયા, ગાંગાભાઈ માતંગ, ગિરીશભાઈ માતંગ, બાબુભાઈ જોડ, સતિષભાઈ ચુંચા, બાબુભાઈ વિંજોડા, સમિતિના સભ્યો, સમાજના મંડળો-ટ્રસ્ટો અને આગેવાનો જહેમત ઊઠાવી રહ્યા છે.

આ ધાર્મિક ઉત્સવમાં સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના તમામ જ્ઞાતિજનો, ધર્મગુરુશ્રીઓ, મહારાજશ્રીઓ તથા ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઈ વારસાખિયા દ્વારા 'વાયક' પાઠવવામાં આવે છે. તેમ મહામંત્રી જયંત વારસાખિયા, એડવોકેટએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh