Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સભ્યોના અંગદાનની જાહેરાતઃ
ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયા લાયન્સ કલબના વર્ષ ૨૦૨૫-૨૬ માટે વરાયેલા પ્રમુખ પરબતભાઈ ગઢવી, સેક્રેટરી ડો. સાગર ભૂત, ટ્રેઝરર અમિતભાઈ બુદ્ધભટ્ટી તથા તેમની ટીમનો પદાગ્રહણ સમારોહ યોજાયો હતો. પૂર્વ ડી.જી.ધીરેનભાઈ બદીયાણીએ શપથવિધિ કરાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.એમ.તન્ના, ન.પા.પ્રમુખ રચાનાબેન મોટાણી, પૂ.ગીરીશભાઈ, રીજીયન ચેરમેન જગત રાવલ, ઝોન પર્સન ધ્રુવ સોમપુરા, સેકન્ડ વીડીજી નિરવ વડોદરીયા, શૈલેષભાઈ ગઢવી, વૈશાલીબેન તેમજ પરેશ મહેતા, નિમિશા નકુમ, દીપક ચોકસી, દિનેશ પોપટ, યોગેશ મોટાણી, હાડાભા જામ, ડો.રણમલ વારોતરીયા, ડો.અમિત નકુમ, દિવ્યેશ મોદી, ઘનશ્યામસિંહ જાડેજા, વિનુભાઈ બરછા, વીરાભાઈ ભાદરકા, પંકજભાઈ પંડયા, ડો.શાલીન પટેલ, જેમિનીબેન મોટાણી, નીતાબેન બદીયાણી, દર્શનાાબેન મહેતા, જાનકીબેન ભૂત, નીપાબેન બુદ્ધભટ્ટી સહિત લાયન્સ કલબના અગ્રણીઓ અને શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું.
નવા વરાયેલા પ્રમુખ પરબત ગઢવીએ આગામી વર્ષે સેવાકિય પ્રવૃત્તિઓ તન, મન,ધનથી સેવા કરવાની ખાત્રી આપી હતી. પાલિકા પ્રમુખ, ડોકટર, મહિલા અગ્રણી, સમાજ અગ્રણીઓ સહિત બાર નવા સભ્યોએ સંસ્થામાં શપથ ગ્રહણ કર્યું હતું. નવા વરાયેલા પ્રમુખ પરબત ગઢવીના અંગદાનના અભિયાનને ટેકો આપી પરેશભાઈ વાંઝા અને મહેશભાઈ મોવર દ્વારા અંગદાનની જાહેરાત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial