Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૨૬: હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ માસ એ વર્ષનો શ્રેષ્ઠ ધાર્મિક મહિનો ગણવામાં આવે છે. ભગવાન ભોલેનાથનો આ પ્રિય મહિનો છે. એટલે જ હિંદુ શાસ્ત્રોમાં શિવજીની ઉપાસના કરવાનું વિશેષ મહત્ત્વ આ શ્રાવણ માસમાં દર્શાવવામાં આવ્યું છે. ભગવના શિવ પ્રકૃતિના અનન્ય પ્રેમી હતા. પ્રકૃતિના ખોળે તેઓ એકાકાર થઈ જતા હતા. તેઓ તેમની સાધના-તપ પ્રકૃતિની વચ્ચે રહીને જ કરતા. શિવજીના પ્રકૃતિ પ્રત્યેના અસીમ પ્રેમના કારણે જ શિવજીએ કૈલાસ પર્વત પર હરીયાળીની વચ્ચે જ પોતાનું નિવાસ સ્થાન ખુલ્લા આકાશ નીચે જ બનાવ્યું હતું. અસંખ્ય ઘટાટોપ વૃક્ષોની છાયામાં ભગવાન શિવ બિરજતા હતા. માતા પાર્વતીને કૈલાસ પર્વત પર મોટો મહેલ બનાવી નિવાસ સ્થાન બનાવવાની ઈચ્છા થઈ હતી. પરંતુ વૈરાગી શિવજી તો કુદરતના ખોળે જ રહેવા માંગતા હતા. તેના કારણે માતા પાર્વતીની આ ઈચ્છા કયારેય પુરી ન થઈ શકી. પૌરાણિક કથા અનુસાર એક રાજા એ તેના સૈનિકોને યજ્ઞ કરવા માટે જંગલમાંથી વૃક્ષો કાપીને લાકડુ લાવવાનો આદેશ કર્યો હતો.
સૈનિકોએ જંગલમા વૃક્ષો કાપવા કુહાડીથી પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ ત્યાં શિવજી પ્રગટ થતા અને તેઓએ સૈનિકોને સમજાવ્યા કે વૃક્ષોમાં પણ મનુષ્યની જેમ પ્રાણ છે અને તેનો વધ કરવો તે મહા પાપ છે. પ્રાયશ્ચિતરૂપે દરેક સૈનિકોએ જંગલોમાં અનેક વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું અને મોક્ષને પાત્ર બન્યા. અને ભગવાન શિવજીએ પણ બિલીપત્રના વૃક્ષનું વૃક્ષારોપણ કરી તેને જળસિંચન કર્યું. આમ શ્રાવણ માસમાં ભગવાન શિવના પ્રિય એવા બીલીપત્ર, રામી, વડ, પીપળો વિગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેને નિયમિત પાણી પાઈ ઉછેર કરવાથી અનેકગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે અને મનુષ્ય મોક્ષને પાત્ર થાય છે તેમ શિવ ભક્ત દેવેનભાઈ શેઠ એ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial