Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે સુવર્ણકાર સેવામંડળ દ્વારા ૫૧ મો પારિતોષિક વિતરણ સમારંભ

૫.પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજના ગુરૂસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: શ્રી વિસા શ્રીમાળી સુવર્ણકાર સેવા મંડળ, જામનગર દ્વારા સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવા પ૧મો પારિતોષિક વિતરણ સમારંભ તા. ૧૪-૯-ર૦રપ, રવિવારના રોજ સાંજે પ.૩૦ વાગ્યે 'કસરીબાગ' શ્રી વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, દ્વારકાપુરી રોડ, જામનગરમાં પ.પૂ.મહંતશ્રી  દેવપ્રસાદજી મહારાજશ્રીના ગુરૂસ્થાને તથા સમાજ પ્રમુખ નીતિનભાઈ હર્ષવદનભાઈ વારીયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો છે.

આ પ્રસંગે સમારંભ પ્રમુખ તરીકે શ્રીમાન મનમોહનભાઈ જ્યંતિભાઈ રાધનપુરા, અતિથિ વિશેષશ્રી ડો. હેમાંગભાઈ રાજેેન્દ્રભાઈ પારેખ તથા ડો. જલ્પેશભાઈ શ્યામભાઈ ધોળકીયા ઉપરાંત શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટના કિશોરભાઈ કાંતિલાલા ભુવા, વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર ધીરેનભાઈ ૫ી. મોનાણી, શિક્ષણમંત્રી (સોની સમાજ) કૃણાલભાઈ મોનાણી તથા સુવર્ણકાર મહિલા મંડળના પ્રમુખ હેતલબેન ડી. મોનાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

તો સર્વે સમાજના વડીલો, જ્ઞાતિજનોને આ પ્રસંગે વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવા સમયસર પધારવા હાર્દિક નિમંત્રણ છે, તેમ સુવર્ણકાર સેવા મંડળના મંંત્રી હિતેશભાઈ વી. ભુવાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh